બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / There is talk of veteran Congress leader and former Chief Minister Kamal Nath joining the BJP

BIG NEWS / પૂર્વ CM અને કોંગ્રેસ દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી ભાજપમાં જાય તેવી અટકળો, રાજકારણમાં હડકંપ

Priyakant

Last Updated: 02:25 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kamalnath Join BJP Latest News: મધ્યપ્રદેશના દિગ્ગજ નેતાણા સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી પાર્ટીનું નામ અને લોગો પણ ગાયબ થઈ ગયો, પિતા-પુત્ર 19 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે: સૂત્ર

  • લોકસભા ચૂંટણી પહેલા  મધ્યપ્રદેશથી એક મોટા સમાચાર
  • પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા
  • પિતા-પુત્ર 19 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે: સૂત્ર 

Kamalnath Join BJP : લોકસભા ચૂંટણી પહેલા  મધ્યપ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. તેઓ તેમના સાંસદ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. મધ્યપ્રદેશની છિંદવાડા સીટના લોકસભા સાંસદ (MP) નકુલ નાથની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી પાર્ટીનું નામ અને લોગો પણ ગાયબ થઈ ગયો છે. કમલનાથના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે, પિતા-પુત્ર 19 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે.

જાણો કેમ થઈ રહી છે ચર્ચા ? 
કમલનાથે તેમનો છિંદવાડા પ્રવાસ અધવચ્ચે જ રદ કરી દીધો છે અને તેમના પુત્ર સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા છે, જેના કારણે તેમના પક્ષ છોડવાની વાતને મજબૂતી મળી છે. BJPના નેતાઓએ પણ કમલનાથના ભાજપમાં જોડાવાના સંકેતો આપવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશ ભાજપના નેતા અને રાજ્યના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ અને અન્ય લોકો સાથે ઉભા જોવા મળે છે. BJP નેતાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'જય શ્રી રામ.'

નકુલનાથની પ્રોફાઇલમાંથી કોંગ્રેસ ગાયબ
નકુલનાથની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી કોંગ્રેસનું નામ અને લોગો ગાયબ થવાને કારણે તેમના પક્ષ છોડવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. તેણે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter), Instagram અને Facebook પરથી લોગો અને નામ હટાવી દીધા છે. તેના બદલે તેમણે લખ્યું છે, 'સંસદ સભ્ય, છિંદવાડા (મધ્યપ્રદેશ).' મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કમલનાથ BJPમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી. હવે પુત્રના પ્રોફાઈલમાંથી કોંગ્રેસનું નામ ગાયબ થવું આ બાબતોને વધુ આધાર આપી રહ્યું છે.

કમલનાથનો છિંદવાડા પ્રવાસ રદ્દ
અહીં સૌથી મોટી અને નોંધનીય બાબત એ છે કે કમલનાથનો છિંદવાડા પ્રવાસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. નકુલનાથે સોશિયલ મીડિયા પરથી કોંગ્રેસનો લોગો અને નામ હટાવ્યા તે પહેલા જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. કમલનાથે 14 થી 18 ફેબ્રુઆરી સુધી છિંદવાડામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. જોકે છિંદવાડા પ્રવાસ અધવચ્ચે છોડીને કમલનાથ અચાનક જ પુત્ર નકુલ નાથ સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. હાલ તેઓ ભોપાલમાં છે જ્યાંથી તેઓ દિલ્હી જશે. જો કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ સાથે કોંગ્રેસ છોડી દે છે તો લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને મોટો ફટકો પડશે. 

કમલનાથ વિશે દિગ્વિજય સિંહે શું કહ્યું? 
મધ્યપ્રદેશના જબલપુરમાં દિગ્વિજય સિંહને કમલનાથના ભાજપમાં જોડાવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બધુ બરાબર છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, મેં ગઈકાલે રાત્રે કમલનાથ સાથે વાત કરી હતી. તે છિંદવાડામાં છે. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે દિગ્વિજય સિંહે કહ્યું કે, કમલનાથે તેમનું આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું છે. તેઓ ઈન્દિરા ગાંધીના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. તમે આવી વ્યક્તિ સોનિયા ગાંધી અને ઈન્દિરા ગાંધીના પરિવારને છોડી દેશે એવી અપેક્ષા રાખી શકતા નથી. 

જાણ ઓકાઈ તારીખે જોડાઇ શકે ભાજપમાં ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કમલનાથના નજીકના ધારાસભ્યોએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના નેતા તેમના પુત્ર નકુલ નાથ સાથે 19 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે. તેમની સાથે 10 થી 12 ધારાસભ્યો, 2 શહેર પ્રમુખ અને એક મેયર પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. આમાં સત્ય એ પણ દેખાઈ રહ્યું છે કારણ કે છિંદવાડાનો પ્રવાસ 18 ફેબ્રુઆરી સુધી થવાનો હતો, જ્યારે કમલનાથ તેને અધવચ્ચે છોડીને દિલ્હી ગયા છે. 

વધુ વાંચો : 'ભારત જોડો ન્યાય યાત્રા'માં પ્રિયંકા ગાંધી કેમ ગે.હા.? BJPએ આપ્યું ચોંકાવનારું કારણ, કહ્યું 'ભાઇ-બહેન વચ્ચે...'

જાણો બંનેની રાજકીય યાત્રા વિશે ? 
કમલનાથની ગણતરી મધ્યપ્રદેશના દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેઓ 1980 થી 2014 સુધી લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ 9 વખત સાંસદની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 2018માં તેઓ ધારાસભ્ય બન્યા અને આ સાથે તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે તેમની સરકાર તેનો કાર્યકાળ પૂરો કરતા પહેલા પડી ગઈ હતી. જ્યારે નકુલ નાથની વાત કરીએ તો તેમની રાજકીય ઇનિંગ શરૂ થઈ છે. તેઓ છિંદવાડાથી 2019ની લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ