બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / There is still confusion in the Congress regarding the Navsari seat

લોકસભા ચૂંટણી 2024 / નવસારી બેઠકને લઇ કોંગ્રેસમાં હજુ અસમંજસ, મુમતાઝ પટેલનું નામ ચર્ચાતા આગેવાનો ચિંતામાં

Ajit Jadeja

Last Updated: 01:48 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને સ્થાનિક સંગઠનના મજબૂત માણસને નવસારીથી લોકસભા ચૂંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે

Navsari Lok Sabha seat: લોકસભા ચૂંટણી 2024માં નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસમાંથી સી.આર.પાટીલ સામે કોણ ચુંટણી જંગમાં ઉતરશે એને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. 

નવસારી બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે

સ્થાનિક નેતાઓ દ્વારા મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચુંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. જોકે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને નવસારીથી ચુંટણી જંગમાં ન ઉતરે એનો સંદેશ આપ્યો છે. મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે, અહીંથી ચુંટણી લડવુ તેમણે વિચારવાનું છે, કારણ આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચુંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે. 

સ્થાનિક ઉમેદવારને ઉતારવા માંગણી

લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલને નવસારી બેઠક પર ઉમેદવાર ન બનાવાય તેવું કોંગ્રેસ કાર્યકરો પણ ઇચ્છી રહ્યા છે પરંતુ પક્ષ સામે ખુલીને કોઇ બોલવા તૈયાર નથી અત્યારે તો કોંગ્રેસીઓ કહી રહ્યા છે કે અહીથી કોંગ્રેસ નેતૃત્વ મુમતાઝ પટેલને ઉતારશે તો ખભેથી ખભો મળાવીને સી. આર. પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું. કોંગ્રેસમાં નવસારી બેઠકના દાવેદારોની લાંબી કતાર છે  જેમાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ લિસ્ટમા સામેલ છે. જો કે શૈલેષ પટેલે પાર્ટી જે આદેશ આપશે તેને માન્ય રાખવાની તૈયારી દર્શાવી છે અને પક્ષ જેને ટિકિટ આપશે તેને જીતાડવા માટે મહેનત કરીશું તેવું કહ્યુ છે.

આ પણ વાંચોઃ  / નારાજ કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ! CR પાટીલે કહ્યું 'એ તો પાર્ટી નક્કી કરશે કે...'

નવસારી બેઠકનું ગણિત

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ બેઠક પરથી ચૂંટણી લડે છે. ખેતી અને ટેક્સટાઈલ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા નવસારીમાં પરપ્રાંતિય મતો નિર્ણાયક બનતાં રહ્યાં છે.  નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. નવા સિમાંકન દરમિયાન 2009માં નવસારી બેઠક અલગ પડી હતી. નવી બેઠક બનતાં જ ભાજપના કદાવર નેતા સી.આર.પાટીલ છેલ્લી 3 ટર્મથી અહીથી જીતતા રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ સી.આર. પાટીલે 6,77,287 મતોની જંગી લીડથી વિજય મેળવ્યો છે. સી.આર.પાટીલ પોતાનાં ક્ષેત્રમાં સક્રીય સાંસદ હોવા સાથે જમીની સ્તરે કાર્યકરો સાથે જોડાયેલા છે. મતદારો સાથે તેઓ સીધા જોડાયેલા રહે છે.  વર્ષ 2014માં નવસારી લોકસભાની બેઠક પર સીટીંગ સાંસદ સી.આર.પાટીલએ કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ