બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / The weather department has predicted an increase in temperature

તાપમાન / કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી

Dinesh

Last Updated: 05:25 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wethar Update: રાજ્યમાં આગામી દિવોસમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ છે, જ્યાં ચાર દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે

Wethar Update: હવામાન વિભાગે ફરી એકવાર ગરમીને લઈ આગાહી કરી છે. જે આગાહી એવી છે કે તમારો પસીનો છૂટી શકે છે. રાજ્યમાં આગામી દિવોસમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ છે. જ્યાં ચાર દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેના કારણે ગરમી વધશે. 

હળવા વરસાદની આગાહી !
અત્રે જણાવીએ કે, હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. આ સાથે જ હવામાન વિભાગે કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શકયતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ 'ભારે': અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું  હવામાન વિભાગે | 'Heavy' next 3 days in Gujarat: Scorching heat forecast,  see what Met department said

ગરમીનો પારો વધશે
આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજુરોને લૂ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે. જે જીવલેણ પણ બની શકે છે. શરીર અને માથાનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચા ગરમ, લાલાશવાળી અને શુષ્ક થઈ જવી, ઉલટી કે ઉબકા થવા કે આવવા, આંખે અંધારા કે ચક્કર આવવા,શ્વાછોસ્વાસ અને હ્રદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું જેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે. તે દરેક નાગરીકે જાણવું જરૂરી છે. લુ લાગવાથી બચવાના ઉપાયો કરવા આવશ્યક છે.

વાંચવા જેવું: ગુજરાત યુનિવર્સિટીનો મોટો છબરડો, B.Sc. ની આવતીકાલની પરીક્ષાનું પેપર વિદ્યાર્થીઓને આજે આપી દેવાયું

લૂથી બચવા શું કરશો ?
• ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી પહેરવી આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ના પડે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો. 
• ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું. જરૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવારનવાર લુછવાની આદત કેળવવી. 
• સૂર્ય પ્રકાશ સીધો આવે તેવો હોય તો તેનાથી બચવું  અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયાવાળા સ્થળમાં રહેવું.
• દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળનું પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત કેળવવી. 
• નાના બાળકો, સગર્ભા માતા, વૃદ્ધઓ અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. 
• ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં. સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવામાંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી.
• ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. ચા-કોફી, તમાકુ-સિગારેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Summer forecast gujarat wethar update heat forecast wethar update news ગરમીની આગાહી Heatwave Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ