બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'મારા પરિવારના 7 લોકો ગયા હતા.. 5નો અત્તોપત્તો નથી' કરુણાંતિકા બાદ પરિવારજનોમાં આક્રંદ
Last Updated: 11:26 AM, 26 May 2024
રાજકોટ: રાજકોટમાં શનિવારે ગેમ ઝોનમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે અગ્નિકાંડનો ભોગ બનેલા પરિજનો પર આફતનો પહાડ તૂટી પડ્યો છે. આ અગ્નિકાંડમાં કેટલાય પરિવાર વેરવિખેર થઈ ગયા, કોઈ માએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈ ભાઈએ બહેન તો બહેને ભાઈ ગુમાવ્યો. આ અગ્નિકાંડનો ભોગ બનેલા પરિજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો છે. ત્યારે એક જ પરિવારના સાત બાળકો પણ આ ગેમિંગ ઝોનમાં ગયા હતા. ત્યારે તેમના પરિજનોએ ખૂબ જ વિવશતા સાથે જણાવ્યું કે તેમના 7 માંથી 2 બાળકો થયા છે, ઘાયલ જ્યારે 5 બાળકો લાપતા છે. તેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી લાગ્યો.
ADVERTISEMENT
ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં ઘાયલ બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે વેકેશનની મજા માણવા ગેમિંગ ઝોન ગયેલા બાળકો મજા કરીને ઘરે પહોંચવાને બદલે હોસ્પિટલ પહોંચી ગયા છે. એક મહિલાએ કહ્યું કે ખૂનની સામે ખૂન જ જોઈએ. તો જ લોકો કાયદાને ફોલો કરશે. વિદેશમાં કેમ આવું નથી બનતું. નેતાઓ હવે આવ્યા તો પહેલા કેમ ન આવ્યા, પરમિશન જ ન આપવી જોઈએ. સરકાર તરફથી અગ્નિકાંડનો ભોગ બનેલાને જે વળતર આપવાનું છે એ અંગે તેમણે કહ્યું કે સરકાર જે રૂપિયા આપશે તેનાથી શું તેમના દીકરાઓ પાછા આવશે?
ADVERTISEMENT
એક વ્યક્તિએ તેમની વાત મૂકતા જણાવ્યું કે તેમના પરિવારના 7 લોકો ગયા હતા, જેમાંથી 5નો અત્તોપત્તો નથી. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ચાલતી જ રહશે, તેનાથી કોઈ ફરક પડવાનો નથી. કારણ કે સુરતની ઘટના, વડોદરાની ઘટના જુઓ, મોરબીની ઘટના જુઓ કે કાલે રાજકોટમાં બનેલી આ ઘટના જુઓ. કોઈ સુધારો થાય એમ નથી નથી લાગતું.
ત્યારે પરિજનોની માંગ છે કે કોઈ નક્કર પગલાં લેવામાં આવે. નિર્દોષ બાળકો તો હવે પાછા નહીં મળે. એમના માતાપિતાનું શું કે જેઓએ પોતાની સંતાન ગુમાવી છે. એક વડીલે જણાવ્યું કે તેમના પરિવારના 7 સભ્યોમાંથી 2ની સારવાર ચાલી રહી છે જયારે 5 મૃત્યુ પામ્યા છે, જેની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારે જ ખબર પડશે કે કયો મૃતદેહ તેમના પરિવારનો છે. કારણ કે કોઈ પણ મૃતદેહ જોવા જેવા નથી. ખરાબ રીતે બળી ગયા કે કોઈની ઓળખ જ શક્ય નથી.
વધુ વાંચો: અમેરિકાથી લગ્ન કરવા આવ્યા અને મળ્યું મોત, રાજકોટની આગમાં હોમાયો NRI પરિવાર
વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના બાળકોને લઈને ગેમ ઝોન પહોંચ્યા હતા, ત્યારે કોઈને ખબર ન હતી કે આ ગેમ ઝોનમાં ગેમ રમતા-રમતા મોતનો ખેલ ખેલાઈ જશે અને જીવનની ગોમ ઓવર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.