બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અમેરિકાથી લગ્ન કરવા આવ્યા અને મળ્યું મોત, રાજકોટની આગમાં હોમાયો NRI પરિવાર

અગ્નિકાંડ / અમેરિકાથી લગ્ન કરવા આવ્યા અને મળ્યું મોત, રાજકોટની આગમાં હોમાયો NRI પરિવાર

Last Updated: 10:20 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે આ અગ્નિકાંડમાં NRI પરિવાર પણ હોમાયો છે. અમેરિકાથી આવેલા પરિવારના 3 સભ્યોના મૃત્યુ થયા છે.

રાજકોટ: ક્યારે કોનું મૃત્યુ લખાયેલું હોય છે એની કોઈ ખબર હોતી નથી. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. હજુ 4 દિવસ પહેલા જ યુગલના લગ્ન થયા હતા, ત્યારે નવ પરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગે કેટલાક પરિવાર વેરવિખેર કરી દીધા, કોઈ માએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈ ભાઈએ બહેન તો બહેને ભાઈ ગુમાવ્યો છે. કોઈ પણ પરિવાર માટે આનાથી મોટી આફત તો બીજી શું હોઈ શકે. આ અગ્નિકાંડનો ભોગ બનેલા પરિજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો છે. આ દુર્ઘટનાએ ગુજરાતનું કાળજું કંપાવી નાખ્યું છે, બાળકો સહિત 33 લોકોના મૃત્યુએ લોકોને હચમચાવી દીધા છે. શનિવારનો દિવસ કેટલાય પરિવારો માટે કરુણ સાબિત થયો. વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના બાળકોને લઈને ગેમ ઝોન પહોંચ્યા હતા, ત્યારે કોઈને ખબર ન હતી કે આ ગેમ ઝોનમાં ગેમ રમતા-રમતા મોતનો ખેલ ખેલાઈ જશે અને જીવનની ગોમ ઓવર થઈ જશે.

અમેરિકાથી લગ્ન કરવા આવ્યા હતા રાજકોટ

ત્યારે શનિવારનો દિવસ એક NRI પરિવાર માટે પણ કરુણ સાબિત થયો. થોડા દિવસો પહેલા જ લગ્ન કરવા માટે આવેલો NRI પરિવાર આ અગ્નિકાંડને કારણે વેરવિખેર થઈ ગયો છે. અમેરિકાથી લગ્ન કરવા રાજકોટ આવેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકાથી હજારો કિલોમીટર દૂર NRI પરિવાર એક ખુશીના પ્રસંગ માટે વતન આવ્યો હતો, અને પરિવાર પર હવે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અગ્નિકાંડમાં મૂળ રાજકોટના હાલ અમેરિકામાં રહેતા પરિવારના ત્રણ લોકોના મોત થયા છે, જેમાં ચાર દિવસ પહેલા જ લગ્ન થયેલ યુગલ પણ સામેલ છે.

વધુ વાંચો: એક માં તેનો દીકરો શોધી રહી છે, બહેન તેની આશા, સ્વજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો

ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. ખ્યાતી સાવલીયા અને અક્ષય ઢોલરીયાનું મૃત્યું થયું, જેમના લગ્ન ચાર દિવસ પહેલા જ થયા હતા. ત્યારે એવું લાગી રહ્યું છે કે તેમને હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને લાવ્યું. ગેમ ઝોનમાં મનોરંજન માટે પહોંચેલ આ યુગલ જિંદગીની રમતમાં હારી ગયું.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Fire Tragedy Game Zone Tragedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ