બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / A graduate of Gujarat University, B.Sc. The paper of tomorrow's examination was given to the students today
Last Updated: 05:53 PM, 4 April 2024
ગુજરાત યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે.. આજે ફરીએકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો હતો.. જેને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.
ADVERTISEMENT
B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો
ગુજરાત યુનિવર્સિટીની B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે.. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવાયું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઇ ગયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતુ.
ADVERTISEMENT
ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું
યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું.. અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું હતું...આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાકનો વધારો આપવામાં આવ્યો હતો..
ADVERTISEMENT
યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને યુનિવર્સિટીની આ ક્ષતિ ચર્ચાનો વિષય બની હતી.
11 વાગ્યે શરૂ થવાની હતી એ પરીક્ષા 1.230 એ શરૂ થઇ
ADVERTISEMENT
જે પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી તે પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીના આ છબરડાને કારણે 12.30 વાગ્યે શરૂ થઇ હતી...અને પોતાની ભૂલ ઢાંકવા માટે વિદ્યાર્થીઓને તાત્કાલીક ધોરણે હાથથી લખાયેલા પેપર આપવામાં આવ્યા હતા.. આમ દોઢ કલાક પરીક્ષા મોડી શરૂ થવાને કારણે વિદ્યાર્થીઓને દોઢ કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો..
એન.એસ..યૂ.આઇની માંગ
ADVERTISEMENT
આ ગંભીર છબરડાને લઇને એન.એસ.યૂ.આઇ દ્વારા માંગ કરવામાં આવી છે કે વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક ત્રણેયને આ ગંભીર ક્ષતિ માટે જવાબદાર ઠેરવવામાં આવે અને તેમને તેમના પદ પરથી દુર કરવામાં આવે.
આવું પ્રથમવાર નથી થયું
ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટી દ્વારા થયેલો આ પ્રથમ છબરડો નથી. યુનિવર્સિટી દ્વારા આવા અનેક નાના-મોટા છબરડા અગાઉ સામે આવી ચૂક્યા છે.. જો કે આ વખતે થયેલો છબરડો ખુબજ મોટો હતો.. આટલી ગંભીર ક્ષતિ કેમ થઇ તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.