બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VTV વિશેષ / The situation created in the Rupala controversy in Gujarat, Manthan wants to think that it is actually good for Gujarat

મહામંથન / સંયમ ચૂક્યા...સમરાંગણ થયું! રૂપાલા વિવાદમાં સમાજ મક્કમ, પક્ષ અડીખમ, ગુજરાતનું ભલું શેમાં?

Dinesh

Last Updated: 09:18 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતની પરંપરા અને સંવેદનાને ઉજાગર કરવાની કસોટીમાં પાર ઉતરવાની આ ક્ષણ છે. જ્યારે ગુજરાતનું ભલુ શેમાં છે એ વિચાર ન માત્ર સામાન્ય માણસ માટે પણ સમાજના એ દરેક મોભીઓ માટે પણ મંથનનો વિષય બનવો જોઈએ

ગુજરાતની સમજદારી વિશે કોઈ શંકા કરીએ તો આપણી અણસમજ ગણાય. દુનિયાની સંસ્કૃતિઓમાંથી સારું વીણીને જતન કરેલી આપણી પરંપરા છે. ગાંધીજી અને સરદાર આ માટીમાં જન્મ્યા અને વિશ્વના એકતા અને શાંતિના પથદર્શક બન્યા. આ પથ, આ રસ્તો સદીઓ સુધી ઝગમતો રહેવાનો છે, ચાહે હું અને તમે રહીએ ના રહીએ. તો શાસનમાં પરપીડા સમજાવતા રાજા-મહારાજાઓના દાખલા આપણાં ગુજરાતમાં ક્યાં ઓછા છે? શાસન અને શાસકમાં સંવેદના શું હોય એ ભાવનગરના મહારાજા ભાવસિંહજી અને એમના વંશજ કૃષ્ણકુમારસિંહજી કરતા વધારે સારી રીતે કોણે સમજાવ્યું છે? પોતાની રૈયતના સ્વમાન અને સ્વભિમાન માટે એક રાજાએ શું કરવું પડે એ આપણને ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ શિખવ્યું છે, અને પરંપરાની એ ધારાઓમાં ગુજરાતને વહાવ્યું છે જે પરંપરા આજે પણ આપણને ઉંચાઈઓ બક્ષે છે. પાણી માટે વલખા મારતા ગુજરાતને તળાવો અને વાવની ભેટ આપનારા સિદ્ધરાજ જયસિંહને કોને દિલમાં ન વસાવવા પડે એ પૂછવાનો સવાલ છે. તો, માં ભારતીના રક્ષણ માટે જનરલ મહારાજા રાજેન્દ્રસિંહના પરાક્રમો આજે પણ આપણને શૌર્યકથામાં રોમાંચિત કરે છે. એ ગુજરાતની પરંપરા અને સંવેદનાને ઉજાગર કરવાની કસોટીમાં પાર ઉતરવાની આ ક્ષણ છે. જ્યારે ગુજરાતનું ભલુ શેમાં છે એ વિચાર ન માત્ર સામાન્ય માણસ માટે પણ સમાજના એ દરેક મોભીઓ માટે પણ મંથનનો વિષય બનવો જોઈએ. સત્તા, રાજ, કાજ, ધર્મ એ તમામ ગુણો અને જશની વચ્ચે ગુજરાત એ પહેલો ધર્મ હોવો જોઈએ, ગુજરાત એ જ પહેલું કર્મ હોવું જોઈએ. અને એટલે જ ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતિ એ મંથન માગે છે કે વાસ્તવમાં એ ગુજરાતનું ભલું છે શેમાં. 

જાણો સમગ્ર વિવાદની ટાઈમ લાઈન

  • 2 માર્ચે રાજકોટ લોકસભા બેઠક પર પરશોતમ રૂપાલાનુ નામ જાહેર
  • ભાજપે વર્તમાન સાંસદ મોહન કુંડારીયાની ટિકિટ કાપીને રૂપાલાની પસંદગી કરી
  • રાજકોટ બેઠક પર કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી
  • 5 માર્ચે રૂપાલાએ કુવાડવાના ત્રિમંદિરથી લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
  • 5 માર્ચે રૂપાલાએ પારેવડી ચોકથી ભાજપ કાર્યાલય સુધી રોડ શો કર્યો
  • 5 માર્ચે રૂપાલાએ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી
  • 7 માર્ચે પરશોતમ રૂપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર કર્યો 
  • 14 માર્ચે ટંકારા તાલુકાના જબલપુર અને લજાઈ ગામે પ્રચાર કર્યો
  • 15 માર્ચે રાજકોટમાં પરશોતમ રૂપાલાએ લખેલા 'સાગર પરિક્રમા' પુસ્તકનુ વિમોચન
  • 16 માર્ચે ચૂંટણી પ્રચાર અંતર્ગત વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે બેઠક
  • 18 માર્ચે રૂપાલાએ કુંવરજી બાવળીયા સાથે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ઘરે ભોજન લીધું
  • 24 માર્ચે પરશોતમ રૂપાલાનો વિવાદિત વીડિયો સામે આવ્યો
  • 24 માર્ચે કોંગ્રેસના મહેશ રાજપૂતે રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો     
  • 24 માર્ચે પાર્થિવરાજ કઠવાડિયાએ રૂપાલાના નિવેદન સામે વિરોધ કર્યો
  • 24 માર્ચે રૂપાલાએ નિવેદન બાબતે માફી માગી અને સ્પષ્ટતા કરી 
  • 24 માર્ચે ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ રૂપાલાના નિવેદનને વખોડ્યુ
  • 26 માર્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજે બહુમાળી ભવન ખાતે વિરોધ કર્યો
  • 27 માર્ચે કરણી સેનાના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાએ નિવેદનનો વિરોધ કર્યો
  • 27 માર્ચે બનાસકાંઠામાં ક્ષત્રિય સમાજ, જામનગરમાં નયનાબા જાડેજાનો વિરોધ
  • 28 માર્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ પહોંચી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી
  • 28 માર્ચે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં 70 સંસ્થાના અગ્રણીઓની બેઠક
  • 28 માર્ચે પરશોતમ રૂપાલાએ ખોડલધામ ખાતે દર્શન કર્યા
  • 28 માર્ચે ક્ષત્રિય સમાજના રોષને ઠારવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ
  • 29 માર્ચે કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો 
  • 29 માર્ચે ક્ષત્રિય સમાજના વિરોધના પગલે રૂપાલાની સુરક્ષામાં વધારો કરાયો 
  • 29 માર્ચે અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનુ વિરોધ પ્રદર્શન
  • 29 માર્ચે વિવાદને શાંત પાડવા ઘડાઈ રણનીતિ, ગોંડલમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ ગધેથડના ગાયત્રીધામ આશ્રમમાં લાલબાપુ સમક્ષ રૂપાલા માગશે માફી
  • 29 માર્ચે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં પરશોતમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી
  • 29 માર્ચે ગોંડલની બેઠક બાદ ગધેથડના ગાયત્રીધામ આશ્રમમાં જઈ લાલબાપુના આશીર્વાદ લીધા 
  • 30 માર્ચે કરણીસેનાએ અમદાવાદમાં બેઠક કરી સમાધાનને ફગાવી વિરોધ યથાવત રાખવાનો નિર્ણય કર્યો
  • 30 માર્ચે બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદમાં ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ
  • 30 માર્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનુ નિવેદન, માત્ર ક્ષત્રિય સમાજ નહી પણ દરેક સમાજનુ અપમાન
  • 30 માર્ચે રાજકોટમાં કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાની આગેવાની હેઠળ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે પૂતળા દહન કરાયુ
  • 30 માર્ચે કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી 
  • 31 માર્ચે ભાવનગર APMCના ડિરેક્ટર અને ભાજપ નેતા સંજયસિંહ ગોહિલે રૂપાલાના સ્થાને અન્યને ટિકિટ આપવા માગ કરી 
  • 31 માર્ચે રાજકોટમાં અમીન માર્ગ રૂપાલાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • 31 માર્ચે સુરતમાં વાલ્મિકી સમાજે રૂપાલાનો વિરોધ કર્યો 
  • 31 માર્ચે ક્ષત્રિય યુવક અને પરશોતમ રૂપાલા વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ
  • 31 માર્ચે રાજકોટના પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો 
  • 1 એપ્રિલે કરણી સેનાના અધ્યક્ષ પી.ટી.જાડેજાએ રૂપાલાને નહી બદલવામા આવે તો દેશભરમાં આંદોલન કરવાની ચીમકી આપી
  • 1 એપ્રિલે જામનગર જિલ્લાના વાગુદડમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં બેનર લગાવ્યા
  • 1 એપ્રિલે રૂપાલાએ પ્રથમ વખત મીડિયા સામે આવીને ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણી ભૂલ હોવાનુ જણાવી માફી માગી હોવાનુ કહ્યુ
  • 1 એપ્રિલે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદન બાબતે આવેદનપત્ર આપ્યા
  • 1 એપ્રિલે ભાવનગરના જયવીરરાજસિંહ ગોહિલે રૂપાલાના નિવેદન બાબતે વાંધો ઉઠાવ્યો 
  • 1 એપ્રિલે રાજકોટના ઉપલેટામાં રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર લાગ્યા
  • 1 એપ્રિલે પાટણમાં ક્ષત્રિય સમાજે વિરોધ કરી આવેદનપત્ર આપ્યુ
  • 1 એપ્રિલે રાજકોટ ભાજપ કાર્યાલયે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ગોવિંદ પટેલ અને જીતુ સોમાણી રૂપાલાને મળવા ગયા 
  • 1 એપ્રિલે ક્ષત્રિય સમાજના ગીતાબેન ગીડાએ રૂપાલાને માફ કરવા વિનંતી કરી 
  • 2 એપ્રિલે રૂપાલાના નિવેદન બાબતે વઢવાણ સ્ટેટના સિદ્ધાર્થસિંહ ઝાલાએ રૂપાલાની ટિકિટ રદ માગ કરી 
  • 2 એપ્રિલે રાજકોટ કલેક્ટરે નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી મારફત તપાસ કરાવી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો 
  • 2 એપ્રિલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો વિરોધ કરતા પોસ્ટર્સ લાગ્યા, ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવી
  • 2 એપ્રિલે વડોદરામાં ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યુ
  • 2 એપ્રિલે રૂપાલાની ટિપ્પણી મામલે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભાજપની વિરૂદ્ધમાં લાગ્યા પોસ્ટર
  • 2 એપ્રિલે રૂપાલાના નિવેદન અંગે પ્રથમ વખત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનુ નિવેદન
  • 'રૂપાલાએ 3 વખત માફી માગી છે હવે તેમને માફ કરી દો', 'રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે'
  • 'વિવાદિત નિવેદનને લઇ સમાજનો રોષ સ્વભાવિક છે', 'રૂપાલા વતી ક્ષત્રિય સમાજની હું પણ માફી માગુ છું' 
  • 2 એપ્રિલે ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં અસ્મિતાબા પરમાર અને ક્ષત્રિય કરણી સેના પ્રદેશ અને મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારે ટિકિટ રદ ન થાય તો અગ્નિ સ્નાન કરવાની ચીમકી આપી 
  • 2 એપ્રિલે રાજકોટ પી.ટી.જાડેજાનુ નિવેદન ભાજપે કોર કમિટીની બેઠક, જેમાં 92 સંસ્થાના આગેવાનોને આમંત્રણ અપાયુ 
  • 2 એપ્રિલે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની પ્રથમ વખત ટિપ્પણી રાજપૂત સમાજની સંકલન સમિતિ નિર્ણય લેશે તે બધાને માન્ય રહેશે
  • 3 એપ્રિલે પરશોતમ રૂપાલાને રાહત, આચારસંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લિનચીટ
  • 3 એપ્રિલે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મીનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ નહી થાય તો અન્નનો ત્યાગ કરવાની ચીમકી આપી 
  • 3 એપ્રિલે જામનગરના નયનાબા જાડેજાએ પોસ્ટર્સ લગાવી રૂપાલાનો વિરોધ વ્યક્ત કર્યો 
  • 3 એપ્રિલે અંબરીષ ડેરે રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં સ્નેહ સંવાદનું આયોજન કર્યુ 
  • 3 એપ્રિલે રૂપાલાના વિરુદ્ધ બેઠક મુદ્દે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યાં, સંકલન સમિતિના 10 સભ્યોની ગુપ્ત સ્થળે બેઠક 
  • 4 એપ્રિલે રૂપાલાના સમર્થનમાં પાટીદારો ઉતર્યા, રાજકોટમાં બેઠકનુ આયોજન કર્યુ   
  • 4 એપ્રિલે રાજકોટ શહેરમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર, અંબિકા ટાઉનશીપમાં રૂપાલાના પ્રચારના લાગ્યા પોસ્ટર્સ
  • 4 એપ્રિલે રાજકોટ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા, ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું
  • 4 એપ્રિલે અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યે રૂપાલાને હટાવવા માગ કરી નહી હટાવાય તો રાજકોટના ગામડાઓમા સાધુ સંતો સાથે ઉતરવાની ચીમકી આપી 
  • 4 એપ્રિલે રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને પરશોતમ રૂપાલા વચ્ચે બેઠક યોજાઈ
  • 4 એપ્રિલે ગોતામાં ક્ષત્રિય આગેવાનોની બેઠક, માલધારી સમાજે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યુ 
  • 4 એપ્રિલે ગોંડલ તાલુકાના ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ ગોંડલ કોર્ટેમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી 
  • 4 એપ્રિલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ રૂપાલાને પાટીદાર સમાજના સમર્થન બાબતે વિરોધ કર્યો
  • 4 એપ્રિલે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય અગ્રણીઓની બેઠકમાં રણનીતિ ઘડાઈ, ક્ષત્રિય સમાજ રાજ્યમાં પ્રચાર રથ કાઢી અન્ય સમાજનું સમર્થન મેળવાશે
  • 4 એપ્રિલે રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં સ્પીડવેલ ચોક સહિતના વિસ્તારમાં બેનર લાગ્યા
  • 5 એપ્રિલે રૂપાલાએ રાજકોટના આશાપુરા મંદિરમાં દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો 
  • 5 એપ્રિલે રાજકોટમાં આત્મ નિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં રૂપાલાનું સંબોધન
  • 5 એપ્રિલે રાજકોટ ભાજપે રૂપાલાના સમર્થનમાં લગાવ્યાં પોસ્ટર, 'રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે છે અડીખમ' સૂત્ર સાથેના લગાવાયા પોસ્ટર
  • 5 એપ્રિલે રાજકોટમાં કિસાન ગૌશાળા ખાતેના સ્નેહ સંવાદમાં રૂપાલા થયા ભાવુક 
  • 5 એપ્રિલે સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે હાજર રહેવા કરી અપીલ 
  • 5 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહારેલી યોજી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું ક્ષત્રિય મહિલાઓએ કેસરી સાડી અને પુરુષોએ કેસરીયા સાફા બાંધી રોષ વ્યક્ત કર્યો, રેલીને મંજૂરી મળી 
  • 5 એપ્રિલે ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ પહોંચે તે પહેલા ડિટેઇન કરાયા 
  • 6 એપ્રિલે રાજકોટની ગરાસીયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ, ધંધુકા ખાતે સંમેલનનુ આયોજન, રાજકોટ બેઠક પર 400થી વધુ ઉમેદવારી પત્રો ભરવાનો નિર્ણય, રાજકોટ સંમેલન બાબતે રણનીતિ ગુપ્ત રખાઈ

વાંચવા જેવું:  ઉમેદવારો ધ્યાન આપે! પોલીસ ભરતીની તૈયારી આ રીતથી કરો, પાસ થશોએ પાક્કું

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ