બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જીમ જવાનો સમય નથી? તો હવે ઘરે બેઠાં આ રીતે કરો એક્સર્સાઇઝ, થશે અનેક ફાયદા

આરોગ્ય ટિપ્સ / જીમ જવાનો સમય નથી? તો હવે ઘરે બેઠાં આ રીતે કરો એક્સર્સાઇઝ, થશે અનેક ફાયદા

Last Updated: 03:54 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો પાસે જીમમાં જઈને કસરત કરવાનો સમય નથી હોતો. જો તેઓ ઘરે વર્કઆઉટ કરવા માટે થોડી મિનિટો કાઢે, તો તેઓ પોતાને ફિટ રાખી શકે છે. આવા લોકો માટે વર્કઆઉટ રૂટિનમાં જમ્પિંગ જેક એક્સરસાઇઝ સામેલ કરવી ફાયદાકારક હોઈ શકે છે.

આજકાલની ભાગતી જીવનશૈલીમાં લોકો પાસે શાંતિથી બેસીને જમવાનો સમય નથી હોતો, કે નથી હોતો કસરત કરવાનો કે જીમ જવાનો સમય. એવામાં પોતાના કામના સ્થળે બેસી-બેસીને લોકોનું શરીર પણ બેડોળ થઈ જાય છે, ક્યારેક શરીર રોગોનું ઘર બની જાય છે. ત્યારે સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખોરાક અને કસરત ખૂબ જ જરૂરી છે. પણ વ્યસ્ત રહેવાને કારણે લોકો પાસે જીમ જવાનો સમય નથી હોતો, ત્યારે ઘરે જ થોડી મિનિટો માટે એક કસરત કરવી જોઈએ. આ કસરત કરવા માટે કોઈ સાધનની જરૂર નથી પડતી. આને તમે ઘરે કે ટેરેસમાં આરામથી કરી શકો છો. તમે જમ્પિંગ જેક કસરતનું નામ સાંભળ્યું જ હશે, સ્કુલમાં કરી પણ હશે. ત્યારે આજે આ જ કસરત વિશે વાત કરીએ.

આ કસરત કરવામાં ખૂબ જ સરળ હોય છે અને એ આખા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કરવા માટે, પહેલા સીધા ઉભા રહો અને ઉપર કૂદતી વખતે, તમારા હાથ અને પગ ફેલાવો અને સ્ટાર આકાર બનાવો અને નીચે આવતા સમયે સામાન્ય સ્થિતિમાં પાછા આવો. તમે તેને તમારા વર્કઆઉટ રૂટિનમાં સામેલ કરી શકો છો. આવો જાણીએ આનાથી મળતા ફાયદાઓ વિશે.

jumping-jacks-1

મૂડ સ્વિંગ - જમ્પિંગ જેક એક્સરસાઇઝ તમને તણાવથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. આ એકસરસાઈઝ કરવાથી તમારો મૂડ સારો થઈ શકે છે અને તમને સારું લાગે છે.

સ્નાયુઓને મજબૂત કરે - જમ્પિંગ જેક કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. આ સ્નાયુઓને ટોન કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જેના કારણે જાંઘ, હિપ્સ, ખભા અને હાથનો આકાર સુધારી શકાય છે.

વજન ઘટાડે - આ એક કાર્ડિયો કસરત છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જમ્પિંગ જેક કેલરી બર્ન કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કેલરી બર્ન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

વધુ વાંચો: શરીરને ઠંડું રાખવા ઉનાળામાં આ લોટની રોટલી ખાવી ફાયદાકારક, વજન ઘટાડાવામાં પણ કરશે મદદ

શરીરને એનર્જી મળશે - જમ્પિંગ જેક એક એવી કસરત છે જે શરીરને લવચીક બનાવે છે. આનાથી ફૂલ બોડી વર્કઆઉટ થાય છે. તમે શરૂઆતમાં થાક અનુભવી શકો છો પરંતુ ભવિષ્યમાં આ તમારા શરીરને ઊર્જાવાન રાખવામાં મદદ કરી શકે છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખો કે આ કસરત કર્યા પછી જો તમને ખૂબ થાક લાગે છે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો ચોક્કસ નિષ્ણાતની સલાહ લો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ