બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / ભારત / Politics / કોંગ્રેસે બનાવ્યો નવો પ્લાન, રાહુલ ગાંધી અમેઠીથી નહીં આ બેઠક પરથી લડી શકે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસે બનાવ્યો નવો પ્લાન, રાહુલ ગાંધી અમેઠીથી નહીં આ બેઠક પરથી લડી શકે ચૂંટણી

Last Updated: 12:07 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ગાંધી પરિવારનો ગઢ ગણાતી ઉત્તરપ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો અંગે કોંગ્રેસે હજુ સુધી તેનું પત્તું ખોલ્યું નથી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગાંધી પરિવારનો ગઢ ગણાતી ઉત્તરપ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો અંગે કોંગ્રેસે હજુ સુધી તેનું પત્તું ખોલ્યું નથી. દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ અમેઠીથી કેએલ શર્માને ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટી ગુરુવારે (2 મે, 2024) બપોરે UPની બંને બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે?

સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને તેમની માતા સોનિયા ગાંધીની સલાહ પર પોતાના નિર્ણય પર પુનર્વિચાર કર્યો છે. એ સ્પષ્ટ થઈ ગયું છે કે, પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી નહીં લડે. જોકે અત્યાર સુધી રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે, સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ટિકિટ આપી શકે છે.

રાહુલ ગાંધીને લઈ શું અપડેટ ?

રાહુલ ગાંધી 2004થી 2019 સુધી અમેઠીના સાંસદ રહી ચૂક્યા છે. તેમણે કેરળની અમેઠી અને વાયનાડ બેઠકો પરથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. આ વખતે પણ રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. જોકે અમેઠી અને રાયબરેલીમાં 20મી મેના રોજ મતદાન થવાનું છે. બંને સીટો પર નોમિનેશન પ્રક્રિયા 3 મે સુધી ચાલુ રહેશે.

વધુ વાંચો: કેસરગંજ સીટથી બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કટ! તો BJP હવે કોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

નોંધનિય છે કે, સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન 'INDIA'નો ભાગ બનેલી સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં કોંગ્રેસને 80માંથી 17 સીટો આપવામાં આવી છે. આ 17 સીટોમાં અમેઠી અને રાયબરેલીનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ