બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / ગુજરાત / ભાવનગર / '....તો શું 10 વર્ષ સુધી જેલમાં રાખશો?', ગુજરાતના રોડ-શોમાં આ શું બોલ્યા સુનીતા કેજરીવાલ

ચૂંટણી 2024 / '....તો શું 10 વર્ષ સુધી જેલમાં રાખશો?', ગુજરાતના રોડ-શોમાં આ શું બોલ્યા સુનીતા કેજરીવાલ

Last Updated: 04:24 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: સુનીતા કેજરીવાલે કહ્યું કે, મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૈતરને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરૂવારે ગુજરાતના બોટાદમાં વિશાળ રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા અને આપ પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં.

'આ સરમુખત્યારશાહી છે'

રોડ શો દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે, મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૈતરને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે જો તપાસ ચાલશે તો શું તેને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? ચાલુ તપાસમાં તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ સરમુખત્યારશાહી છે.

'તેમને સમાજસેવા કરવી...'

સુનીતાએ વધુમાં કહ્યું કે, અરવિંદ દેશભક્ત છે, તે આઈટી કમિશનર હતા. પણ તેમને સમાજસેવા કરવી હતી એટલે તેમણે નોકરી છોડી દીધી હતી. મને પૂછ્યું હતું કે, તેમને સમાજસેવા કરવી છે કઈ વાંધો નથી. તેમણે અનેક વખત ઉપવાસ પણ કર્યા છે. સુગરનો રોગ છે અને તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. તેવામાં તેમની કિડની લીવરને નુકસાન થશે. દિલ્હીએ તેમને ત્રણ વખત સીએમ બનાવ્યા છે. તમે ગુજરાતમાં 5 ધારાસભ્યો આપ્યા છે. તેનો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે તેમને જેલમાં પુરવામાં આવ્યો છે પરંતુ તે સિંહ છે.

વાંચવા જેવું: શું BJPને 400 પાર મળતા જ બદલાઇ જશે દેશનું સંવિધાન? અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધીને તો...'

કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરાઈ હતી

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તે કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર હતાં અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલો હતો. આ આરોપોને ફગાવી AAP કહે છે કે દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ