બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / બિઝનેસ / મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આટલું ખાસ વાંચી લેજો, SEBIએ કર્યા 2 મોટા ફેરફાર

તમારા કામનું / મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આટલું ખાસ વાંચી લેજો, SEBIએ કર્યા 2 મોટા ફેરફાર

Last Updated: 10:52 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં છેતરપિંડી અને અનિયમિતતા રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ મંગળવારે નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે.

સેબી મ્યુચ્યુઅલ ફંડને લઈને બે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. 30 એપ્રિલના રોજ, માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં છેતરપિંડી રોકવા માટેના અનેક પગલાં વિશે માહિતી આપી હતી. સેબી બોર્ડે મ્યુચ્યુઅલ બોર્ડ માટેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

sebi (1)

આમાં કોઈપણ અનિયમિતતાની શક્યતાને ઓળખવા અને તેને રોકવા માટેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ સાથે, મીટિંગમાં, સેબીએ ઇક્વિટી પેસિવ ફંડ્સ માટે રોકાણના નિયમોમાં છૂટછાટની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત, સેબીએ આવા ઘણા પગલાઓની પણ જાહેરાત કરી છે જે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા એટલે કે MII માટે વ્યવસાય કરવાની સરળતા વધારશે.

mutual-fund-final

સેબીએ કહ્યું છે કે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે સંસ્થાકીય મિકેનિઝમ હોવી જોઈએ જે બજારની હેરાફેરીની શક્યતાઓને શોધી શકે અને તેને અટકાવી શકે. મિકેનિઝમ હેઠળ, દેખરેખની સિસ્ટમ હશે, આંતરિક સ્તરે અનિયમિતતાઓને નિયંત્રિત કરવાની પ્રક્રિયા હશે, મિકેનિઝમ ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ, સંવેદનશીલ માહિતીના દુરુપયોગની ઓળખ કરશે. તેમના પર નજર રાખશે અને તેમની સાથે વ્યવહાર કરશે.

વધુ વાંચોઃ રોકાણકારો માટે કામના સમાચાર, મે મહિનામાં 10 દિવસ બંધ રહેશે શેરબજાર, શેરની લે-વેચ નહીં થાય

સાથે જ સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે બીજી મોટી રાહતની જાહેરાત કરી છે. હવે સંયુક્ત રીતે રાખવામાં આવેલા મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ માટે વ્યક્તિનું નામાંકન જાહેર કરવું કે જાહેર ન કરવું વૈકલ્પિક કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ