બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The post of Pro-Chancellor will be abolished in GUTS, the Governor will be the Chancellor, coordination with IKDRC will be benefited.
Vishal Khamar
Last Updated: 07:05 PM, 28 February 2024
પંદરમી વિધાનસભાના ચોથા સત્રમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝનું વર્ષ ૨૦૨૪નું (સુધારા) સાથેનું વિધેયક વિધાનસભા ગૃહમાંથી સર્વાનુમતે પસાર કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પદ્મશ્રી પ્રાપ્ત ડૉ.એચ.એલ ત્રિવેદી દ્વારા બીજ રૂપે શરૂ કરાયેલી આ કિડની ઇન્સ્ટિટ્યૂટ આજે વટવૃક્ષ બની છે. આ બીજ ને વટવૃક્ષ બનાવામાં રાજ્ય સરકારેખાતર આપવાનું કાર્ય કર્યું છે. કાર્યક્રમ દરમિયાન ગૃહમાં ઉપસ્થિત તમામ લોકોએ ડૉ.એચ.એલ.ત્રિવેદીને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત GUTS યુનિવર્સિટી માં કેટલા કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે. સુધારામાં હવેથી યુનિવર્સિટી ખાતે ઉપકુલાધિપતિનો હોદ્દો રહેશે નહી અને સુધારા મુજબ હવેથી ગુજરાતના રાજ્યપાલ GUTS યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે પદવીદાન સમારંભમાં અધ્યક્ષ સ્થાન સંભાળશે.
ADVERTISEMENT
બીજી જોગવાઇ માં IKDRC-ITS એ Trust કાયદા હેઠળ નોધાયેલ સંસ્થા હોઈ તેનું પણ અસ્ત્વીત્વ ચાલુ રહે અને GUTS યુનિવર્સિટી સાથે સુચારૂ સંચાલન થઈ શકે તેના માટે IKDRC એ યુનિવર્સિટી હેઠળ કામગીરી કરવાની રહેશે . જે સુધારો થવાથી બંને સંસ્થાઓ વધુ સુગમતાથી કામ કરી શકશે અને બંને સસ્થાઓ વચ્ચે સુલભ સંયોજન શક્ય બનશે.
ત્રીજા સુધારા મુજબ IKDRC-ITS અને GUTSની કામગીરીમાં વિસંગતતાઓ અને વહીવટી પ્રશ્નો નિવારવા માટે કુલપતિને હોદ્દાની રૂએ IKDRC-ITSના નિયામક (ડિરેકટર) રહેશે તેવો સુધારો કરવામાં આવ્યો છે. જેથી બંને સંસ્થાઓના સંચાલનમાં સરળતા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.