ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / The Gujarat government made two more municipalities into metropolitan municipalities

ગાંધીનગર / ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત

Published By: Vishal Khamar

Last Updated: 01:39 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ગૃહમાં નાણામંત્રી દ્વારા રાજ્યમાં વધુ બે નગરપાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી છે. વધુ બે મહાનગર પાલિકા જાહેર થતા હવે રાજ્યમાં કુલ 17 મહાનગર પાલિકા છે.

ADVERTISEMENT

હાલ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. ત્યારે વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વનો જાહેરાત કરી છે. જેમાં પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવાશે. તેમજ નડિયાદ નગરપાલિકાને પણ મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણયને આવકાર્યો હતો. અગાઉ 7 નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

રાજ્યમાં બનેલી મહાનગર પાલિકા
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
જામનગર
જૂનાગઢ
ગાંધીનગર
ભાવનગર
અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય)

પોરબંદર ને ભવિષ્ય માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની તક વધશેઃ અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય)
આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે, વિધાનસભાનાં સત્ર દરમ્યાન 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવાની માંગ કરી હતી. પોરબંદર અને નડિયાદને મહાનગર પાલિકા બનાવવાની માંગણી સ્વીકારી તેને હું આવકારૂ છું. પોરબંદરને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની તક વધશે. 

પંકજ દેસાઈ (ધારાસભ્ય નડિયાદ)

નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવવાનું છેઃ પંકજ દેસાઈ (ધારાસભ્ય નડિયાદ)
નડીયાદને મહાનગર પાલિકા જાહેર કરતા આ બાબતે ધારાસભ્ય પંકજ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે, સૌ પ્રથમ સીએમ અને નાણાં મંત્રીનો આભાર માનું છું. નડિયાદને મનપા બનાવવાની જાહેરાત કરી છે. નડિયાદ સરદાર સાહેબનું જન્મ સ્થળ છે. દેશને આઝાદ કરવા નડિયાદમાં અનેક આંદોલન થયા હતા. નડિયાદ અમદાવાદ અને બરોડા વચ્ચેનું શહેર છે. મહાનગરપાલિકા બનતા ખૂબ મોટો ફાયદો થશે. નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવવાનું છે. જેથી નડિયાદમાં મહાનગર પાલિકા આવવી ખૂબ જરૂરી હતી. સાથે સાથે પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે. તેનું ડેવલપમેન્ટ થાય તે જરૂરી છે. ત્યાં પણ મહાનગર પાલિકા આપી છે. તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

વધુ વાંચોઃ અનંત અંબાણી પ્રિવેડિંગ: સ્પેશ્યલ શેફની ટીમ પહોંચી જામનગર, એક હજાર મહેમાનોને પીરસાશે 2500 વાનગીઓ 

બજેટમાં જાહેર થયેલી નગર પાલિકા
નવસારી
ગાંધીધામ
મોરબી
વાપી
આણંદ
મહેસાણા
સુરેન્દ્રનગર-વઢવાણ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Modhwadia MLA Pankaj Desai MLA muncipal corporation nadiad porbandar અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય નડીયાદ પોરબંદર મહાનગર પાલિકા જાહેર gandhinagar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ