બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / Politics / ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

લોકસભા ચૂંટણી 2024 / ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

Last Updated: 10:54 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાને રાજકીય પક્ષો અને ચૂંટણી પંચને ચિંતામાં મૂકી દીધા, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાની માંગ કરી

Lok Sabha Election 2024 : દેશના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકસભા ચૂંટણી 2024 માટે બે તબક્કાનું મતદાન થયું છે. આ તરફ હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. જોકે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાને રાજકીય પક્ષો અને ચૂંટણી પંચને ચિંતામાં મૂકી દીધા છે. તેની પાછળનું મુખ્ય કારણ ગરમી અને લૂ ની લહેર હોવાનું માનવામાં આવે છે. આગામી દિવસોમાં આકરી ગરમીને જોતા હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, હવામાન વિભાગની ગાઈડલાઈન મુજબ લોકોને બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીએ શનિવારે ચૂંટણી પંચ (EC)ને મતવિસ્તારમાં મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વધારવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં કાળઝાળ ગરમીને જોતા મતદાનની ટકાવારી ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં 13મી મેના રોજ ચોથા તબક્કા માટે 17 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. કોંગ્રેસ પાર્ટીને ડર છે કે લોકો આકરી ગરમીને કારણે મતદાન કરવાનું ટાળશે.

જાણો શું કહ્યુ કોંગ્રેસે ?

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) વિકાસ રાજને સંબોધિત તેમના પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજનએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ગેઝેટ સૂચના મુજબ 13 વિધાનસભા મતવિસ્તારો સિવાય સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે ચૂંટણી યોજાશે જ્યારે 17 સંસદીય મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ ચૂંટણી યોજાશે. વાસ્તવમાં કાળઝાળ ગરમીને જોતા ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેલંગાણાના વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, અધિકારીઓ લોકોને એવી પણ સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી તાત્કાલિક જરૂરિયાત ન હોય ત્યાં સુધી બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તેમના ઘરની બહાર ન નીકળો.

વધુ વાંચો : કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું, અમે આશા રાખી શકતા નથી કે લોકો બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે મતદાન કરવા માટે બહાર આવશે, જેના કારણે મતદાનની ટકાવારી ચોક્કસપણે ઓછી હશે. નોંધનીય છે કે, ગેઝેટ નોટિફિકેશન મુજબ અડીને આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યની ઘણી વિધાનસભા મતવિસ્તારોમાં મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો છે. તેમણે કહ્યું, અત્યંત ગરમી અને લૂ ની લહેરને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી પંચને તમામ 17 સંસદીય મતવિસ્તારોમાં મતદાનનો સમય બદલવાની વિનંતી કરી છે જેથી કરીને લોકોને મતદાન કરવા માટે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને મતદાનની ટકાવારી પણ વધારી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ