બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહનો પલટવાર

લોકસભા ચૂંટણી 2024 / રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહનો પલટવાર

Last Updated: 12:35 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું, સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે કર્યો પલટવાર

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. પાટીલે ઉમેર્યું કે, કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને નહીં ચલાવે. આ સાથે તમને પ્રહાર કરતાં કહ્યું કે, રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.

રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણી મામલે શક્તિસિંહ ગોહિલનો પલટવાર

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો છે. ગોહિલે કહ્યું કે, ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો. આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું, જે વિડીયો મારી પાસે છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે , દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ લડત લડી હતી. 1857નો બળવો જોવા જઈએ તો અનેક મહારાજા જેલમાં ગયા હતા. ગોહિલે કહ્યું કે, રાજા મહારાજા અંગે ભાજપ ખુલાસો કરે, રાજા મહારાજા એક જ્ઞાતિના નહોતા, રાજા મહારાજા અનેક જ્ઞાતિના રજવાડાઓ હતા, ભીલ અને આદિવાસી જ્ઞાતિના હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં મા-દિકરીઓનું અપમાન કર્યું છે તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કામ ન કરે.

શું કહ્યુ હતું હર્ષ સંઘવીએ ?

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન તાકતાં એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, ''કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું''. અત્રે જણાવીએ કે જે વીડિયોમાં રાહુલ ગાંધી રાજા-રજવાડા વિશે બોલી રહ્યા છે. જેમાં રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, રાજા-મહારાજાઓ જમીનો હડપી લેતા હતા. જો કે, અત્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ