બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp પર આવ્યું જબરદસ્ત ફિચર, ઇન્ટરનેટ વગર મોકલી શકાશે ફોટા, વીડિયો અને ડોક્યુમેન્ટ ફાઇલ

ટેકનોલોજી / WhatsApp પર આવ્યું જબરદસ્ત ફિચર, ઇન્ટરનેટ વગર મોકલી શકાશે ફોટા, વીડિયો અને ડોક્યુમેન્ટ ફાઇલ

Last Updated: 10:39 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp માં જલ્દી જ એક જબરદસ્ત ફીચર આવી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ ઇન્ટરનેટ વગર અન્ય યુઝર્સ સાથે ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ ફાઈલ શેર કરી શકશે.

દુનિયાભરના કરોડો WhatsApp યુઝર્સને જલ્દી સારા સમાચાર મળી શકે છે. ટૂંક સમયમાં જ ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ જેવી ફાઇલો ઇન્ટરનેટ કનેક્શન વિના WhatsAppમાં શેર કરી શકાશે. આ માહિતી WABetaInfoએ આપી છે, જે WhatsApp સંબંધિત જાણકારીની માહિતી આપે છે. જણાવી દઈએ કે ફાઈલ શેરિંગ માટે આ ફીચર બ્લુટૂથ દ્વારા કામ કરશે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ યુઝર્સે સેટિંગ્સમાં જઈને બ્લુટૂથ ઓન કરીને ફાઇલ્સ શેર કરવી પડશે. મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં અન્ય ટેક્સ્ટની જેમ આ ફાઈલ્સ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

whatsapp (2)

બંને ડિવાઈસમાં ઓફલાઇન ફાઇલ શેરિંગ ફીચર હોવું જરૂરી

WABetaInfo એ આપેલા અહેવાલ અનુસાર, આ ફીચરને કામ કરવા માટે એપને એન્ડ્રોઇડ પરમિશનની જરૂર પડશે. ફાઈલ્સને ઓફલાઇન શેર કરવા માટે જરૂરી છે કે તમે જે ડિવાઈસ સાથે ફાઇલ શેર કરી રહ્યાં છો તેમાં પણ ઓફલાઇન ફાઇલ-શેરિંગ ફીચર હોવું જોઈએ. આ ફીચર એપના આગામી અપડેટ્સમાં રોલઆઉટ થવાની અપેક્ષા છે.

આ ફીચર સાથે, યુઝર્સ એપ સ્ક્રીન પર જ પરમિશન આપી શકશે જેથી બંને ડિવાઈસ કનેક્ટેડ રહી શકે. જણાવી દઈએ કે આ એક ઑપ્ટ-ઇન પ્રોસેસ છે અને કોઈ પણ તમારી પરવાનગી વિના તમને ફાઈલ્સ મોકલી શકશે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોસેસમાં મોકલનાર અને પ્રાપ્ત કરનારના ફોન નંબર છુપાયેલા રહેશે. એટલે કે યુઝર્સને વધારાની પ્રાઈવસી મળશે.

whatsapp

રિપોર્ટ અનુસાર, આસપાસ હાજર ડિવાઈસને ઓળખવા, કનેક્ટ કરવા અને તેની પોઝિશનની જાણકારી માટે લોકેશન પરમિશન હોવી જરૂરી છે. યુઝર્સ જયારે ઇચ્છે ત્યારે આ પરમીશનને પોતાના ફોનના સેટિંગ્સમાં જઈને બંધ કરી શકશે.

વધુ વાંચો: શું છે WhatsAppની End-to-End Encryption પોલિસી? જેની માટે કંપની ભારત છોડવા પણ તૈયાર!

જણાવી દઈએ કે આ ફીચર પર હજુ કામ ચાલી રહ્યું છે, તેથી હજુ સુધી તેની રિલીઝ સાથે સંબંધિત કોઈ તારીખ કે સમયની માહિતી મળી નથી. આ ફીચર સિવાય વોટ્સએપ Contact Notes નામના ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ તેમના કોન્ટેક્ટ સાથે નોટ્સ શેર કરી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ