બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / ભારત / Politics / 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

Last Updated: 01:41 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યું

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીને લઈ PM મોદી આજે કર્ણાટક પહોંચ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યું છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે.

PM મોદીએ કહ્યું કે , કોંગ્રેસે આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામને પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં લખાવ્યો છે. આ સાથે કહ્યુ કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે, તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં અત્યાચાર સુલતાનો, નિઝામો અને રાજાઓએ કર્યો હતો પરંતુ તમે રાજાઓનું અપમાન કરો છો. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, તેઓ તેને સમર્થન આપતી પાર્ટી સાથે ગઠબંધન કરે છે. તેઓને ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબોને યાદ નથી આવતા, કોંગ્રેસના રાજકુમાર પાસે નવાબો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી. કોંગ્રેસના ઢંઢેરામાં પણ આ માનસિકતા દેખાઈ રહી છે. જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે.

ઔરંગઝેબે સેંકડો મંદિરો તોડીને અપવિત્ર કર્યા: PM મોદી

PM મોદીએ કહ્યુ કે, કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણાં સેંકડો મંદિરોને તોડ્યા અને અપવિત્ર કર્યા. કોંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કરનારા, લૂંટ અને ગાયોની હત્યા કરનારાઓને ભૂલી ગયા.

વધુ વાંચો : રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહનો પલટવાર

કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રીની હત્યા પર PM મોદીએ શું કહ્યું?

PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સરકાર માત્ર તુષ્ટિકરણને જ પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. તેમને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. જ્યારે બેંગલુરુમાં એક કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે કોંગ્રેસે તેને ગંભીરતાથી લીધો ન હતો. એટલું જ નહીં, કોંગ્રેસે મોદી સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકવાદને આશ્રય આપતી દેશ વિરોધી સંસ્થા પીએફઆઈનો વોટ માટે ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ વાયનાડમાં માત્ર એક સીટ જીતવા માટે આવા PFI આતંકવાદી સંગઠનનો બચાવ કરવા વ્યસ્ત છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ