બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Travel / The Pilgrimage Palitana is famous for Derasar know about the specialty of the Shetrunjaya mountain
ADVERTISEMENT
પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. તેમણે આ ભૂમિને તીર્થભૂમિ બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. મોટેભાગના જૈનો ઝારખંડ (સમેતશિખર), માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલિતાણાને વધુ અગત્યનું માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલિતાણાની યાત્રા કરવી જ જોઇએ.
ADVERTISEMENT
શેત્રુંજય ડુંગર આ કારણે બન્યો છે જાણીતો
ગોહિલ રાજપૂતોના રજવાડાનું પાટનગર પાલિતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલિતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક ઘણી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ છે. આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થરશિલાની ભાવપૂર્વક પૂજા થાય છે. આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ, બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે ૩૯૫૦ પગથિયાં વાળો પગ રસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે.
ADVERTISEMENT
પાલિતાણામાં જાણીતા છે આ સ્થાપત્યો
ADVERTISEMENT
પાલિતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. “શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન” અને “સ્થાપત્ય કલા ગૃહ”. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાન પર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરનાં ચિત્રો, કાષ્ટ કોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
આ કારણે આકર્ષે છે પ્રવાસીઓને
ADVERTISEMENT
મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણા ચારણ વસતા હતા. ગુલમોર, લીમડા, ચંપાનાં વૃક્ષો તળેટીને રમણિય અને ખુશનુમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરા, જાસુદ, જૂઇ અને ડમરાની વાડીઓ છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગારપીરનું પવિત્ર સ્થાન પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.