બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The Modi government may announce this big plan on August 15. You need to know

સુવિધા / મોદી સરકાર 15 ઓગસ્ટે જાહેર કરી શકે છે આ મોટી યોજના, તમારે જાણવું ખાસ જરૂરી

Hiren

Last Updated: 06:41 PM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ આઈડી કાર્ડ: કોરોના સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકના હેલ્થ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં રાખવાની તૈયારી કરી રહી છે. આ કાર્ડ દ્વારા,ડોકટરો ગમે ત્યાંથી બેસીને તમારા યુનિક આઈડીના આધારે તમારા તમામ મેડિકલ રેકોર્ડ્સને ચેક કરી શકશે, સલાહ આપી શકશે અથવા ટ્રીટમેન્ટ કરી શકશે. આ ઈનીશીએટિવ ટેલિમેડિસિન ક્ષેત્રે બહુ જ ઉપયોગી સાબિત થશે.

  • વન નેશન વન હેલ્થ કાર્ડની આવી શકે છે યોજના 
  • વડાપ્રધાન મોદી 15 ઓગસ્ટે કરી શકે છે ઘોષણા 
  • નાગરિકોના મેડિકલ રેકોર્ડ્સને ડિજિટલ કરવાની તૈયારી 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ટૂંક જ સમયમાં 'વન નેશન વન રેશનકાર્ડ' ની જેમ 'વન નેશન વન હેલ્થ કાર્ડ' લાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય આરોગ્ય મિશનની ઘોષણા કરી શકે છે. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકનો હેલ્થ ડેટા એક જ મંચ પર હશે. આ સિવાય દરેકનું એક યુનિક હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં, આરોગ્ય સેવાઓ વિશેની માહિતી, ડોકટરો અને હોસ્પિટલોની વિગતો સાથે દેશભરમાં ઉપલબ્ધ થશે.

વન નેશન વન હેલ્થ કાર્ડને મળી ચૂકી છે મંજૂરી  

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનને કેન્દ્રીય મંત્રીમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે. આશા છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં, આ મિશનને સત્તાવાર મંજૂરી મળશે. સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે, 15 ઓગસ્ટે વડા પ્રધાન તેની ઘોષણા સાથે લોન્ચ કરી શકે છે.

કઇ રીતની છે આ યોજના?

સરકારની વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના દ્વારા દરેક વ્યક્તિને હેલ્થકાર્ડ બનાવવું પડશે. આના પરિણામો અને ઉપચાર વિશેની સંપૂર્ણ માહિતી આ કાર્ડમાં ડિજિટલી રીતે સેવ કરવામાં આવશે. આનો રેકોર્ડ રાખવામાં આવશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે તમે દેશની કોઈપણ હોસ્પિટલમાં અથવા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ માટે જાઓ છો, ત્યારે તમારે બધા પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ રિપોર્ટ્સ સાથે લેવાના રહેશે નહિ. ડોકટરો ગમે ત્યાં હોય તે તમારા યુનિક હેલ્થ આઈડી દ્વારા તમારા રેકોર્ડ્સને એક્સેસ કરી શકશે. 

મુખ્યત્વે ચાર બાબતો આધારિત મિશન માટે બનશે એકીકૃત પ્રણાલી 

વ્યક્તિની તબીબી માહિતી રાખવા માટે હોસ્પિટલો, ક્લિનિક્સ, ડોકટરોને સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવશે. જેના માટે એક એકીકૃત પ્રણાલી ડેવલપ કરવામાં આવશે. હોસ્પિટલ અને નાગરિકો માટે હવે તે તેમની ઇચ્છા પર આધારીત રહેશે કે તેઓ આ મિશનમાં જોડાવા માગે છે કે નહીં. દરેક નાગરિક માટે એક અનોખી યુનિક આઈડી આપવામાં આવશે. લોગીન એ જ આધાર પર કરવામાં આવશે કે વ્યક્તિ પાસે તેનું યુનિક હેલ્થ આઈડી નંબર છે કે નહીં. આ નંબરને વ્યક્તિના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે પણ જોડવામાં આવી શકે છે. જેથી વન ટાઈમ પાસવર્ડ એટલે કે  otp મોકલી શકાય. વધુમાં આ આઇડીને ભવિષ્યમાં આધાર કાર્ડ સાથે પણ જોડી શકાય તેવી પણ સંભાવના રહેલી છે. રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય આરોગ્ય મિશન મુખ્યત્વે ચાર બાબતો પર કેન્દ્રિત છે. હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડીજી ડોકટરોની નોંધણી અને દેશભરમાં આરોગ્ય સુવિધાઓ. આમ આ મિશન એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે તેમ છે.

વધુ માં શું કહી રહ્યા છે સૂત્રો?

પ્રાપ્ત માહિતી અનુસાર આ યોજના પ્રથમ તો દેશના પસંદગીના અમુક રાજ્યોમાં શરૂ કરવામાં આવશે અને તે પછી તેને દેશના વિવિધ તબક્કામાં લાગુ કરવામાં આવશે. આમ આ એક પાયલોટ પ્રોજેક્ટ હશે. જેનાથી પ્રાપ્ત રિજલ્ટના આધારે તેને મોડીફાઇ વગેરે કરીને તેને બાદમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ માટે નાણાં મંત્રાલયે 470 કરોડ રૂપિયાને પણ મંજૂરી આપી દીધી છે. આ યોજનામાં હેલ્થ આઈડી ધારકોના ડેટાની ગુપ્તતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. તેમની સંમતિ વિના કોઈ અન્ય તેમની માહિતી મેળવી શકશે નહીં. લોકો આધાર કાર્ડમાં આ જાતે જ હેલ્થ આઈડી પણ ઉમેરી શકે છે, આ માટે પણ વિકલ્પ ખુલ્લો રહેશે.

ભાવિ મહામારીના સંજોગોમાં થઈ શકે છે ઉપયોગી 

હાલમાં ભારત જે રીતે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. તેમાંથી ભારતના હેલ્થ એડમિનિસ્ટ્રેશનની અનેક કમીઓ સામે આવી છે. તારણો કહે છે કે બહુ જ નિકટના ભવિષ્યમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી વાળો દેશ બની જશે. તે ચીનને પણ ઓવરટેક કરી શકે છે ત્યારે હાલમાં જે રીતે વધુ માં વધુ ટેસ્ટિંગ સિવાય અન્ય બહુ ઓછા જ વિકલ્પો સંક્રમણને રોકવા માટે તંત્ર સમક્ષ ઉપલબ્ધ છે ત્યારે ભવિષ્યમાં દેશના તમામ નાગરિકોનો મેડિકલ ડેટા જો એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે તો રોગ કે સંક્રમણની વધુ સંભાવના ધરાવતા લોકોનું ટ્રેસિંગ કે ટ્રેકિંગ કરવું સરળ બનશે અને મહામારી સામે વ્યવસ્થિત લડી શકાશે. મેડિકલ સુવિધાઓને ઉન્નત બનાવવામાં પણ મદદ મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi doctors ડોક્ટર્સ નરેન્દ્ર મોદી મેડિકલ સરકાર હેલ્થ scheem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ