ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / વિશ્વ / ખોરાક અને રેસીપી / The man ordered spicy frog chili, suddenly jumped from the plate and started jumping on the table.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશ્યિલ મીડિયા પર ચીનથી ચૌકાવનારા ફોટો વાઈરલ થયા.
દુનિયામાં કેટલીયે જગ્યાએ અજીબો ગરીબ ડિશ ખવાય છે. અમુક ડિશ બનાવવાની પદ્ધતિ વિચિત્ર હોય છે, તો અમુક વિચિત્ર આઈટમ માંથી બનાવવામાં આવે છે. પરંતુ , બધા દેશોમાં ચીન સૌથી વધુ અજીબ ડિશ ખાવા માટે બદનામ છે. અહીં લોકો શોખથી કુતરા અને બિલાડીનું માંસ ખાતા હોય છે. તે સિવાય ચીનમાં એવા ઘણા વેટ માર્કેટ છે, જ્યાં વિચિત્ર પ્રાણીઓને વેચવામાં આવે છે. તેમાં મગરથી લઈને સાંપ વિચ્છી પણ શામેલ છે. જ્યારે કોરોનાનો ફેલાવ શરુ થયો, ત્યારે દરેક જગ્યાએ ચીનની ટીકા થવા લાગી. બતાવવામાં આવ્યું કે ચામાચિડીયાનાં માંસને ખાવાથી કોરોના વાઈરસ માણસોમાં ફેલાયો હતો. તેના બાદથી જ થોડા સમય માટે ચીનમાં આ માર્કેટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. પરંતુ, ફરી એક વાર ચીનના લોકો પોતાના જુના રુટીનમાં આવી ગયા છે.
પ્લેટથી નીકળીને ઉછળવા લાગ્યુ મેંઢક
બુલડોગ ચિલી જયારે વ્યક્તિને સર્વ કરવામાં આવી, ત્યારે તે ચમચી લઈને તેને ખાવાની તૈયારી કરવા લાગ્યો. પરંતુ અચાનક જ માથુ કપાયેલુ મેંઢક પ્લેટથી નીકળીને કુદવા લાગ્યો. તેને જોબી મેંઢક ડીસ કેહવામાં આવે છે. આ તે જગ્યાની સૌથી ફેમસ ડીશ માંથી એક છે. આ ડિશ ખુબજ મસાલેદાર હોય છે.
ADVERTISEMENT
રાંધ્યા પછી પણ દેડકો કુદી રહ્યો હતો.
આ ધટનાના વીડિયોને ચીની સોશ્યિલ મીડિયા ડોયિન પર શેર કરવામાં આવ્યુ હતું. આ ચીનના ટીકટોક જેવુ જ છે. આ વીડિયોમાં માંથુ કપાયેલા દેડકાને હાથ પગ હલાવતા જોવામાં આવ્યુ. આ જોઈને લોકોએ હેરાનીની સાથે ધ્રીણા કરી હતી. અમુક લોકોએ ખુદને વીગન બનાવી લેવાનું પ્રોમીસ કર્યું. ઘણા યુઝર્સે લખ્યું કે ચીન બેશરમ છે અને લખ્યું કે આખી દુનિયામાં મહામારી ફેલાવ્યા પછી પણ આ દેશ દેડકા અને કૂતરાનું માંસ ખાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ