બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ નથી રહ્યાં. હવે આ સ્થાન ચીનના જેક માં એ પ્રાપ્ત કરી લીધું છે. હવે જેક માં એશિયાના સૌથી વધુ અમીર આદમી બની ગયા છે.
ADVERTISEMENT
ભારતના સૌથી મોટા ઉધોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ગત અઠવાડિયે 2.93 લાખ કરોડનું નુકશાન થયું છે. અને એશિયાના નંબર 1 અમીર વ્યક્તિના સ્થાન પરથી નામ હટી ગયું છે. હવે આ સ્થાન ચીનના ધનકુબેર જેક માં એ પ્રાપ્ત કરી લીધું છે. તેલના ભાવમાં વૈશ્વિક બજારમાં ઘટાડો થતાં મુકેશ અંબાણીને 5.8 અરબ ડોલરનું નુકશાન થયું છે અને હવે તેમની સંપતિ ઘટીને 41.9 અરબ ડોલર થઈ ગઈ છે. આ ઘટના બાદ તેમનું નામ એશિયાના બીજા ધનવાન વ્યક્તિ તરીકે આવી ગયું છે.

ADVERTISEMENT
ચીનના સૌથી ધનવાન વ્યક્તિ જેક માં હવે પ્રથમ ક્રમ પર આવી ગયા છે. અને જેમની સંપતિ 44.5 અરબ ડોલર છે. અને મુકેશ અંબાણીની સંપતિથી 2.6 અરબ ડોલર છે.
જણાવી દઈએ કે કાચા તેલની કિંમત મામલે સાઉદી અરબ અને રશિયા વચ્ચે થઈ રહેલી જંગના કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો થયો છે. આ ઘટાડો 1991 બાદ સૌથી વધુ થયો છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ ઘટાડા બાદ રિલાયન્સના શેરમાં સોમવારે 12%નો ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સના શેરનો ભાવ 2009 પછી સૌથી વધુ સોમવારે ઘટ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.