બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / The lockdown, which has been extended once again in the state due to increasing cases of corona, will now be effective till November 30.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે વધતાં જતાં કોરોના કેસોને ધ્યાનમાં લઈને ગુરુવારે 30 નવેમ્બર સુધી રાજ્યમાં લોકડાઉન વધાર્યું છે. જો કે, રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે 'મિશન બીગન અગેન' અંતર્ગત મહારાષ્ટ્રમાં તબક્કાવાર કામગીરી શરૂ કરીને 30 નવેમ્બર સુધી પણ ચાલુ રહેશે. રાજ્ય સરકારના તમામ વિભાગો આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરશે.
Maharashtra Government extends lockdown till 30th November with activities permitted under Mission 'Begin Again'
— ANI (@ANI) October 29, 2020
ADVERTISEMENT
જે કામોને મંજૂરી મળી તે ચાલુ જ રહેશે : મહારાષ્ટ્ર સરકાર
રાજ્ય સરકારે કહ્યું છે કે જે કામોને અગાઉ મંજૂરી આપવામાં આવી છે તે ચાલુ રહેશે અને આ સંદર્ભે અગાઉ જારી કરાયેલા ઓર્ડર પણ નવેમ્બરના અંત સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનના નિયમોનું પાલન કડકાઈ પૂવક કરાવવામાં આવશે.
ADVERTISEMENT

સ્થાનિક મુસાફરી કરવાની પરવાનગી શક્ય છે
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે રેલવે અધિકારીઓને એક દિવસ પહેલા જ પ્રસ્તાવ મૂક્યો હતો કે સામાન્ય લોકોને મુંબઈની લોકલ ટ્રેનમાં નોન-પીક અવર્સમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો પ્રસ્તાવ રેલ્વે બોર્ડને મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.