બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / The former CM dragged the minor into the room and raped her

કર્ણાટક / પૂર્વ CM અને દિગ્ગજ નેતા સગીરાને ખેંચીને રુમમાં લઈ ગયાં, દુષ્કર્મ આચર્યું, પોલીસ ફરિયાદ દાખલ

Priyakant

Last Updated: 10:40 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BS Yediyurappa Latest News: એવો આરોપ છે કે, સગીર છોકરીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ લેવા પૂર્વ CMને મળવા ગઈ હતી

BS Yediyurappa : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. વાત જાણે એમ છે કે, યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેંગલુરુના સદાશિવનગરમાં પોલીસે 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીર છોકરી પર 2 ફેબ્રુઆરીએ કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે, સગીર છોકરીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ લેવા યેદિયુરપ્પાને મળવા ગઈ હતી.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ કથિત રીતે સગીર છોકરીને એક રૂમમાં ખેંચી અને પછી તેનું યૌન શોષણ કર્યું. છોકરી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી અને બાદમાં તેની માતાને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું.

પોલીસ કરી રહી છે તપાસ 
આ મામલે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે, એક મહિલાએ અમારા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રીની છેડતી કરવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યાં સુધી આપણે સત્ય જાણતા નથી ત્યાં સુધી આપણે કશું કહી શકતા નથી. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે કારણ કે તેમાં એક પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસના રિપોર્ટની રાહ જોવી જોઈએ.

વધુ વાંચો: દરિયાઈ ડાકૂઓ પર કાળ બનીને તૂટી પડી ઈન્ડીયન નેવી, છોડાવ્યું મોટું જહાજ, મધદરિયે દિલધડક ઓપરેશન 

તમામ આરોપો પાયાવિહોણા
મંત્રીએ આ મામલે કોઈ રાજકીય એન્ગલનો ઈન્કાર કર્યો અને કહ્યું કે મને નથી લાગતું કે, તેમાં કોઈ રાજકીય એન્ગલ છે. અમે મહિલાને ઓળખતા નથી. તેણીએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેનો ઇનકાર કર્યો ન હતો અને કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે જોકે યેદિયુરપ્પાની ઓફિસે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ઓફિસે ભૂતકાળમાં ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા કેસોની યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં 53 અલગ-અલગ ફરિયાદો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ