બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / indian navy carries out calibrated operation in high seas forces 35 somali pirates to surrender

રેસ્ક્યૂ / દરિયાઈ ડાકૂઓ પર કાળ બનીને તૂટી પડી ઈન્ડીયન નેવી, છોડાવ્યું મોટું જહાજ, મધદરિયે દિલધડક ઓપરેશન

Priyakant

Last Updated: 10:57 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Navy Operation Latest News: ભારતીય દરિયાકાંઠે લગભગ 1,400 નોટિકલ માઇલ દૂર કોમર્શિયલ કાર્ગો જહાજ પર સવાર 35 સોમાલિયન ચાંચિયાઓને નૌકાદળ દ્વારા આત્મસમર્પણ કરવાની ફરજ પડાઈ

Indian Navy Operation : ભારતીય નૌકાદળને દરિયાઈ ડાકૂઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વાત જાણે એમ છે કે, ભારતીય દરિયાકાંઠે લગભગ 1,400 નોટિકલ માઇલ દૂર કોમર્શિયલ કાર્ગો જહાજ પર સવાર 35 સોમાલિયન ચાંચિયાઓ એટલે કે દરિયાઈ ડાકૂઓને નૌકાદળ દ્વારા આત્મસમર્પણ કરવાની ફરજ પડાઈ હતી. એટલું જ નહીં નેવીના જવાનોએ 17 ક્રૂ મેમ્બરને પણ ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય નૌસેનાએ મજબૂત આયોજન સાથે એક ઓપરેશનમાં આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

માર્કોસ કમાન્ડો માલવાહક જહાજ પર ઉતર્યા
સોમાલિયન ચાંચિયાઓ સામેના આ ઓપરેશન માટે નૌકાદળે તેના P-8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, ફ્રન્ટલાઈન વોર જહાજો INS કોલકાતા અને INS સુભદ્રાને તૈનાત કર્યા અને માનવરહિત એરક્રાફ્ટ વડે તેમનું નિરીક્ષણ કર્યું. આ પછી માર્કોસ કમાન્ડોને ઓપરેશન માટે C-17 એરક્રાફ્ટથી કોમર્શિયલ જહાજ પર ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ લૂંટારાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.

શું કહ્યું નૌકાદળના પ્રવક્તાએ ? 
નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું કે, છેલ્લા 40 કલાકમાં INS કોલકાતાએ જોરદાર ઓપરેશન દ્વારા તમામ 35 ચાંચિયાઓને સફળતાપૂર્વક ઘેરી લીધા અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા. માર્કોસ કમાન્ડોએ તે જહાજમાંથી 17 ક્રૂ સભ્યોને કોઈ પણ પ્રકારની ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નૌકાદળે જણાવ્યું હતું કે, સોમાલિયાના પૂર્વ કિનારે આવેલા સમુદ્રમાં જહાજોને હાઇજેક કરવાના સોમાલી ચાંચિયાઓના એક જૂથના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા કારણ કે નૌકાદળે તેમના જહાજને આગળ વધતા અટકાવ્યું હતું. નૌકાદળે કહ્યું કે સશસ્ત્ર ચાંચિયાઓએ રુએન નામના માલવાહક જહાજ પર સવારી કરી હતી જેને લગભગ ત્રણ મહિના પહેલા હાઇજેક કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: દિવંગત સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘેર ગૂંજી કિલકારીઓ, માએ આપ્યો છોકરાને જન્મ

14 ડિસેમ્બરે કાર્ગો જહાજ કરાયું હતું હાઇજેક 
નેવીના જણાવ્યા અનુસાર MV રુએન નામના જહાજને સોમાલી ચાંચિયાઓએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે હાઇજેક કર્યું હતું. નૌકાદળને ખબર પડી કે આ જહાજ દ્વારા દરિયામાં ચાંચિયાઓ ચાંચિયાગીરીની ગતિવિધિઓને અંજામ આપવા માટે આવ્યા છે, ત્યારબાદ નેવીએ આ ઓપરેશન હાથ ધર્યું અને 35 સોમાલિયન ચાંચિયાઓએ આત્મસમર્પણ કરવું પડ્યું. નેવીએ ઉત્તર અને મધ્ય અરબી સમુદ્ર સહિત મહત્વના દરિયાઈ માર્ગો પર વેપારના હિતોની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા કામગીરીના ભાગરૂપે યુદ્ધ જહાજો અને સર્વેલન્સ એરક્રાફ્ટની તૈનાતી પહેલેથી જ વધારી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હુથી આતંકવાદીઓએ લાલ સમુદ્રમાં માલવાહક જહાજો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા તેના પર વૈશ્વિક ચિંતા વધી 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ