બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Tesla owner elon musk team visit india this month tamil nadu gujarat maharashtra

બિઝનેસ / ટેસ્લા ગુજરાતમાં શરૂ કરી શકે છે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, એલોન મસ્કની ટીમ આવશે ભારતની મુલાકાતે

Arohi

Last Updated: 03:26 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tesla Car In India: આ મહિને ટેસ્લાની ટીમ ભારત પહોંચી રહી છે. આ ટીમ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવવા માટે જગ્યા શોધી રહી છે. એવામાં ગુજરાત પર તેમનું ફોકસ વધારે રહે તેવી શક્યાતા છે. વર્ષ 2022થી જ ભારત સરકાર અને ટેસ્લાની વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

ટેસ્લા કારોની રાહ જેટલી ભારતીયો જોઈ રહ્યા છે તેટલી જ આતુરતા ટેસ્લા કાર કંપનીને પણ છે. હવે આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ટેસ્લા કારોની મેન્યૂફેક્ચરિંગ ભારતમાં થશે. ભારતની શરતો પર એલન મસ્ક પોતાની કાર પ્લાન્ટને લઈને આવી રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર આ મહિને ટેસ્લાની ટીમ ભારત પહોંચી રહી છે. આ ટીમ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવવા માટે જગ્યા શોધી રહી છે. એવામાં ગુજરાત પર તેમનું ફોકસ વધારે રહે તેવી શક્યાતા છે. 

વર્ષ 2022થી જ ભારત સરકાર અને ટેસ્લાની વચ્ચે વાતચીત ચાલી રહી હતી. ભારતે એલન મસ્કની શરતોને માનવાનો ઈનકાર કરી દીધો હતો. હવે લાંબી રાહ જોયા બાદ મસ્કની કંપની ભારતમાં પોતાનો પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. તેના માટે જગ્યાની પણ તલાશ ચાલી રહી છે. 

25 હજાર કરોડનું રોકાણ કરશે એલન મસ્ક 
બ્રિટનના એક રિપોર્ટ અનુસાર એલન મસ્કની કંપની ટેલ્સા આ મહિને ભારતમાં પોતાની એક ટીમ મોકલશે. આ ટીમ ઈલેક્ટ્રિક કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ માટે જગ્યા જોશો. કંપની ભારતમાં 2થી 3 બિલિયન ડોલર એટલે કે લગભગ 16થી 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. 

ટેસ્લાની ટીમનું ફોકસ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ પર હશે. ટેસ્લા આ રાજ્યોમાં પોતાની ફેક્ટરી લગાવવા માંગે છે. એવું એટલા માટે કારણ કે ત્રણેય રાજ્ય સમુદ્ર કિનારે છે. જેનાથી કારોનું એક્સપોર્ટ સરળતાથી થઈ શકે. એવામાં ગુજરાત પર પણ ટેસ્લાનું વધારે ફોકસ રહી શકે છે. 

2022માં ચાલી રહી હતી વાત 
જણાવી દઈએ કે ભારત સરકાર અને ટેસ્લાની વચ્ચે વર્ષ 2022થી જ વાતચીત ચાલી રહી છે. એલન મસ્ક ભારત આવવા માટે આતુર છે. પરંતુ તે સંપૂર્ણ રીતે એસેમ્બલ ગાડીઓને ભારતમાં વેચવા માંગતા હતા. ટેલ્સાની ડિમાન્ડ હતી કે તેમને સંપૂર્ણ રીતે એસેમ્બલ ગાડીઓ પર ઈન્પોર્ટ ડ્યૂટીને 100 ટકા ઘટાડીને 40 ટકા કરી દેવામાં આવે. 

તેમની ગાડીઓને લક્ઝરીની જગ્યા પર ઈલેક્ટ્રિક વ્હીકલ માનવામાં આવે. ભારત સરકારને ટેલ્સાની આ શરતો બિલકુલ પણ મંજૂર ન હતી. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું તે તમે અહીં જ કાર બનાવો અને પછી અહીં વેચો. 

વધુ વાંચો : ભૂલથી પણ Google પર આવી ભૂલ ન કરતા, નહીંતર જેલની હવા ખાવી પડશે

સરકારે બીજા દેશોથી ઈમ્પોર્ટ કરવામાં આવતા ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી માફ કે ઓછી કરવાનો ઈનકાર કરી દીધો. જણાવી દઈએ કે હાલમાં જ ભારતે ઈલેક્ટ્રિક વ્હીકલ્સના મેન્યૂફેક્ચરિંગને લઈને નવી ઈવી પોલિસીને મંજૂરી આપી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ