ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ના હોય! હવે સ્માર્ટ TV મોંઘા થશે? આ કારણોસર કિંમતમાં થઈ શકે છે વધારો

ટેક્નોલોજી / ના હોય! હવે સ્માર્ટ TV મોંઘા થશે? આ કારણોસર કિંમતમાં થઈ શકે છે વધારો

Published By: Vidhata Gothi

Last Updated: 09:42 AM, 7 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smart TV Price Hike: GSTમાં ઘટાડો કર્યા પછી Smart TV સસ્તા થઈ ગયા હતા, પરંતુ હવે ફરીથી એક વાર તેના ભાવમાં વધારો થઈ શકે છે. જાણો શું છે કારણ.

ADVERTISEMENT

Smart TV Price Hike: LED સ્માર્ટ ટીવી માટે જલ્દી જ વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. GSTના દરમાં ફેરફાર થયા પછી મોટી સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવીના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરીથી તેના ભાવ વધી શકે છે, જેનું કારણે છે AI. હાલમાં માર્કેટમાં ફ્લેશ મેમરીની માંગ ઘણી વધી ગઈ છે. AI મોડલ્સમાં પણ આ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. માંગ વધવાને કારણે અને અપૂરતા પુરવઠાને કારણે બજારમાં ફ્લેશ મેમરીની અછત સર્જાઈ છે. આના કારણે ફ્લેશ મેમરીના ભાવમાં વધારો થયો છે.

smart-tv

માહિતી પ્રમાણે, ઊંચી માંગને કારણે છેલ્લા ત્રણ મહિનામાં ફ્લેશ મેમરીના ભાવ 50% સુધી વધુ ચુક્યા છે. ટેલિવિઝન ઉત્પાદક કંપનીઓનું કહેવું છે કે હાલમાં સપ્લાયર્સ પાસે DDR3 અને DDR4 મેમરી ચિપ્સની અછત છે. નિષ્ણાતો કહે છે કે AI ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે ચિપમેકરનું ફોકસ શિફ્ટ થયું છે, જેના કારણે કન્ઝ્યુમર્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં વપરાતી મેમરી ચિપ્સની અછત સર્જાઈ છે.

સ્માર્ટ ટીવીના ભાવમાં વધારો કેટલો થશે તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ કંપનીઓ આ અંગે વિચારી રહી છે. આ મામલે SPPLના CEO અવનીત સિંહ મારવાહને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું, 'મુખ્ય કારણ એ છે કે AI ડેટા સેટ્સમાં DDR6 અને DDR7 ચિપ્સનો ઉપયોગ થાય છે. માંગ એટલી વધારે છે કે ચિપ મેકર્સ સપ્લાય પૂરી કરી શકતા નથી. હવે, DDR3 અને DDR4 ચિપ્સ પણ AI માટે યૂઝ કરવામાં આવી રહી છે. આના કારણે ભારે અછત સર્જાઈ છે, અને છેલ્લા ત્રણ મહિનામાં કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. કિંમતોમાં 50%થી વધુનો વધારો થયો છે. 2021-22માં ચિપની અછત પછી આ સૌથી મોટી સમસ્યા છે. LED ટીવીના ભાવ ટૂંક સમયમાં વધી જશે.'

vtv app promotion

મોટાભાગની ફ્લેશ મેમરી ચીનથી આવે છે અને તેનો ઉપયોગ ટીવી, સ્માર્ટફોન, લેપટોપ, USB ડિવાઈસ અને અન્ય ઘણા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં થાય છે. એવામાં AIને કારણે વધતી માંગને લીધે કિંમતો વધી રહી છે. થોડા દિવસો પહેલા સ્માર્ટફોન અંગેની આવી જ માહિતી સામે આવી હતી.

આ પણ વાંચો: કારમાં બેઠતાની સાથે જ AC ઓન કરી દો છો? તો કાઢી નાખજો આવી આદત

તમામ સ્માર્ટફોન કંપનીઓ પણ તેમના હાલના ફોનના ભાવમાં વધારો કરવાની સાથે જ તેમના આગામી ફોન પણ ઊંચા ભાવે લોન્ચ કરી શકે છે. કેટલીક કંપનીઓએ તો તેમના ફોનના ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. અન્ય કંપનીઓ હાલમાં ફોનના ભાવમાં વધારો કરી રહી નથી, પરંતુ આગામી દિવસોમાં આવું કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smart TV Price Hike Memory Chip Technology News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ