ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારમાં બેઠતાની સાથે જ AC ઓન કરી દો છો? તો કાઢી નાખજો આવી આદત

ઓટો મોબાઇલ / કારમાં બેઠતાની સાથે જ AC ઓન કરી દો છો? તો કાઢી નાખજો આવી આદત

Published By: Priykant Shrimali

Last Updated: 09:30 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car AC Tips : કારમાં બેઠતાની સાથે જ AC ઓન કરો છો? તરત છોડો આ ખતરનાક આદત, જાણો શું છે કારણ ?

ADVERTISEMENT

Car AC Tips : ઘણા લોકોની એવી આદત હોય છે કે ઓફિસ જવા માટે કે ક્યાંક બહાર જવા માટે કારમાં બેસતાની સાથે જ એન્જિન ચાલુ કરીને એર કન્ડીશનર (AC) ચાલુ કરી દે છે. ખાસ કરીને જ્યારે કાર તડકામાં પાર્ક કરેલી હોય ત્યારે અંદર ભારે ગરમી અને ગૂંગળામણ થાય છે અને તેથી તરત ઠંડક મેળવવાની ઇચ્છા થાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ આદત તમારા આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે?

કારમાં ઝેરી વાયુઓનો ખતરો

જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પાર્ક હોય છે ત્યારે તેની અંદરનું તાપમાન ખૂબ વધી જાય છે. પ્લાસ્ટિક, સીટ કવર અને અન્ય મટિરિયલમાંથી બેન્ઝીન અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ બહાર પડે છે. જો તમે બેસતાની સાથે જ AC ચાલુ કરો અને તેને રિસાયકલ મોડ પર મૂકો તો આ ઝેરી વાયુઓ કારની અંદર જ ચક્કર મારીને ફરી વળી રહ્યાં હોય છે જે શ્વાસ લેવામાં મુશ્કેલી, માથાનો દુખાવો, કે ક્યારેક તો જીવને જોખમ પહોંચાડી શકે છે.

શું કરવું જોઈએ?

ઓટોમોબાઈલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ નીચેના પગલાં અપનાવવાથી તમે સુરક્ષિત રહી શકો છો.

  • કારમાં બેસતાની સાથે જ AC ચાલુ ન કરો : પહેલા થોડા સમય માટે દરવાજા કે બારીઓ ખોલી દો, જેથી અંદર ભરાયેલ ગરમ અને ઝેરી હવા બહાર નીકળી જાય.
  • એસી ચાલુ કરતા પહેલા “ફ્રેશ એર” મોડ પર સેટ કરો : એટલે કે, રિસાયકલ મોડને બંધ રાખો જેથી બહારની તાજી હવા અંદર આવે અને ઓક્સિજન લેવલ નબળો ન પડે.
  • થોડા મિનિટ પછી બારીઓ બંધ કરીને AC ચાલુ કરો : જ્યારે તમને લાગે કે અંદરનું તાપમાન થોડું ઘટ્યું છે, ત્યારે એસી ચાલુ કરીને આરામથી બેસો.
  • ટ્રાફિક જામમાં ફસાયા હોવ તો પણ “ફ્રેશ એર” મોડ” રાખો : લાંબા સમય સુધી બંધ કારમાં બેસી રહેતા “ગૂંગળામણ” થઈ શકે છે, તેથી તાજી હવા ફરતી રહે તે જરૂરી છે.

કાર ડ્રાઈવ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

  • હંમેશા સીટ બેલ્ટ યોગ્ય રીતે બાંધો.
  • વાઇપર નિયમિત ચેક કરો-વરસાદ આવ્યે પહેલા જ તેની ખાતરી કરો કે તે કામ કરે છે.
  • બ્રેક સિસ્ટમ સમયાંતરે ચેક કરાવતા રહો.
  • કાર લાંબા સમય સુધી બંધ રાખ્યા પછી સ્ટાર્ટ કરતા પહેલા થોડું સમય હવા ફરવા દો.

આ પણ વાંચો : Moto G67 મોબાઈલ થયો લોન્ચ, આ ફોનને આપશે ટક્કર, તમામ ફીચર્સની કમ્પેરિઝન જાણી લો

કારમાં બેસતાની સાથે જ એસી ચાલુ કરવી એક નાની આદત લાગે, પરંતુ તેના પરિણામો ગંભીર થઈ શકે છે. ફક્ત થોડા મિનિટો સુધી બારીઓ ખોલી રાખવાથી તમે તમારી અને તમારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

toxic gas in car Automobile car AC

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ