ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Moto G67 મોબાઈલ થયો લોન્ચ, આ ફોનને આપશે ટક્કર, તમામ ફીચર્સની કમ્પેરિઝન જાણી લો

ટેક / Moto G67 મોબાઈલ થયો લોન્ચ, આ ફોનને આપશે ટક્કર, તમામ ફીચર્સની કમ્પેરિઝન જાણી લો

Published By: Priyankka Triveddi

Last Updated: 02:25 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Moto G67 Power vs Realme 14x 5G: જ્યારે બજેટ સ્માર્ટફોનની વાત આવે ત્યારે તેમાં Motorola અને Realme બંનેના પાવરફૂલ બેટરી સાથેના બજેટ ફોન છે. ચાલો જાણીએ કે બંનેમાંથી કયો ફોન વધારે સારા ફીચર્સ સાથે આવે છે.

ADVERTISEMENT

Moto G67 Power vs Realme 14x 5G: Motorola નો નવો ફોન Moto G67 Power લોન્ચ થશે જેમાં હશે 7000mAh બેટરી અને ધમાકેદાર ફીચર્સ. ત્યારે આ બજેટ સેગમેન્ટમાં આ ફોન Realmeને પણ ટક્કર આપશે. ત્યારે ચાલો જાણીએ કે બંને ફોનમાંથી કયા ફોનના ફીચર્સ વધુ દમદાર છે અને કયો ફોન લેવો જોઈએ.

બજેટ સેગમેન્ટમાં Realme 14x 5G ને ટક્કર આપશે નવો સ્માર્ટફોન

મોટોરોલાએ તેની લોકપ્રિય G-સિરીઝ લાઇનઅપમાં એક નવો સ્માર્ટફોન Moto G67 Power લોન્ચ કર્યો છે. કંપનીએ જણાવ્યું કે આ ફોન 12 નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. મોટોરોલાનો આ નવો વેરિઅન્ટ ખાસ કરીને બજેટ રેન્જમાં શક્તિશાળી બેટરી અને સ્માર્ટ ફીચર્સ ઇચ્છતા યૂઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફોનમાં 6.7 ઇંચનો Full HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1050 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે Corning Gorilla Glass 7iથી પ્રોટેક્ટેડ છે અને તેમાં IP64 રેટિંગ સાથે ધૂળ અને પાણીથી સુરક્ષા પણ છે. ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર અને 8GB RAM છે, જે તેને સ્મૂથ પરફોર્મન્સ આપે છે.

શક્તિશાળી બેટરી અને કેમેરા સેટઅપ

Moto G67 Power ની સૌથી મોટી ખાસિયત તેની 7,000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. લાંબા સમય સુધી ચાલતી બેટરી સાથે, યૂઝર્સને વારંવાર ચાર્જ કરવાની ઝંઝટ નહીં રહે. ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ આપવામાં આવ્યા છે, જ્યારે સેલ્ફી માટે 32MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. આ સુવિધાઓ સાથે ફોન રોજિંદા ઉપયોગ તેમજ ફોટોગ્રાફી પ્રેમીઓ માટે એક સારો વિકલ્પ બની શકે છે.

motorola-phone

વધુ વાંચો: ઘરે બેઠા ચેક કરો મતદાર યાદીમાં તમારુ નામ, ફક્ત એક ક્લિકમાં ડાઉનલોડ કરો વોટર આઈડી કાર્ડ

vtv app promotion

Realme 14x 5G સાથે સ્પર્ધા

બજારમાં Moto G67 Power ની સીધી ટક્કર Realme 14x 5G સાથે થશે. Realme ના આ ફોનમાં 6.67 ઇંચનો ડિસ્પ્લે અને MediaTek Dimensity 6300 ચિપસેટ છે. તે 8GB RAM અને 6,000mAh બેટરી સાથે આવે છે. Realme 14x 5G નો ભાવ હાલ ₹14,999, જ્યારે Moto G67 Power (8GB + 128GB) નો ભાવ ₹15,999 રાખવામાં આવ્યો છે. નવો મોટોરોલા ફોન Flipkart, કંપનીની વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ પર 12 નવેમ્બરથી ઉપલબ્ધ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Moto G67 Power vs Realme 14x 5G Moto G67 Power TECH NEWS

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ