બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટ્રેડિશનલથી લઇને અનારકલી સ્ટાઇલ, હવે Google Gemini પર બનાવો નવરાત્રિ લુક Photos

ટેક્નોલોજી / ટ્રેડિશનલથી લઇને અનારકલી સ્ટાઇલ, હવે Google Gemini પર બનાવો નવરાત્રિ લુક Photos

Vidhata Gothi

Last Updated: 12:14 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Gemini Navratri Fashion: હાલમાં યુવાનોમાં Google Gemini ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. ત્યારે નવરાત્રિ પહેલા આ AI પાસેથી ચણિયાચોળી કે કેડિયાની સ્ટાઇલ ટિપ્સ લઈ શકો છો. ચાલો જાણીએ Google Geminiએ દ્વારા નવરાત્રિ લૂક સ્ટાઈલ કરવાની રીતો.

Google Gemini-Navratri Fashion: તાજેતરમાં યુવાનોમાં AI ઇમેજ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. Google Geminiએ Nano Banana AI ટૂલ રજૂ કર્યા પછી લોકો એનાથી પોતાનું 3D Figurine બનાવી રહ્યા છે. ત્યારે હવે Google Geminiથી નવરાત્રિ માટે સ્પેશિયલ ઇમેજ બનાવવાનું પણ લોકોને ઘેલું લાગ્યું છે. આમાં બ્લાઉઝની ડિઝાઈનથી લઈને ચણિયાચોળીની કોઈ પણ ડિઝાઈન બનાવડાવી શકાય છે. ચાલો જાણીએ ચણિયાચોળી સ્ટાઈલ કરવાની રીત.

ai-Photo-1

ટ્રેડિશનલ લુક - ચણિયાચોળીની સૌથી ક્લાસિક અને ગ્રેસફુલ સ્ટાઇલ છે, એક ખભા પર ઓઢણી ઓઢવી. આ સ્ટાઇલ રોયલ ટચ આપે છે. હેવી ઇયરિંગ્સ અને જ્વેલરી તેની સાથે ખૂબ જ સારી લાગે છે. આ લુક નવરાત્રિ માટે પરફેક્ટ છે.

મોર્ડન ફ્યુઝન લુક - જો નવરાત્રિમાં ગરબા રમવા જાઓ ત્યારે ટ્રેન્ડી અને અલગ સ્ટાઇલ જોઈતી હોય, તો ક્રોપ ટોપ અથવા સિમ્પલ શર્ટ સાથે ચણિયો પહેરશો, તો સ્ટાઇલિશ અને કેઝ્યુઅલ લુક મળી જશે. સ્ટેટમેન્ટ નેકલેસ અથવા મોટા ઇયરિંગ્સ સાથે આ લૂકમાં ચાર ચાંદ લાગી જશે.

anarkali dress

અનારકલી સ્ટાઇલ - ચણિયાચોળીની ઓઢણી આગળના ભાગમાં અનારકલી ડ્રેસની જેમ ઓઢી લો. આનાથી શાહી લૂક આવશે. નવરાત્રિમાં પૂજામાં પહેરવા માટે આ લૂક પરફેક્ટ છે.

જેકેટ અથવા કુર્તા સાથે - ચણિયાચોળીને ઇન્ડો-વેસ્ટર્ન ટચ આપવા માટે, તેની સાથે ભારે ભરતકામ કરેલું જેકેટ અથવા શોર્ટ કુર્તો પહેરો. આ સ્ટાઇલ ખૂબ જ કમ્ફર્ટેબલ અને યુનિક છે.

આ રીતે બનાવો નવરાત્રિ સ્ટાઈલ સ્પેશિયલ ઇમેજ

સોશિયલ મીડિયામાં આ નવરાત્રિ સ્ટાઈલની ઇમેજ બનાવવાનો લોકોમાં ભારે ઉત્સાહ છે ખાસ કરીને મહિલાઓમાં વધારે આ ફોટો બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે જાણો આ ઇમેજ કેવી રીતે બનાવવી તેના માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • ફોનમાં Google Gemini ડાઉનલોડ કરો.
  • Google AI સ્ટુડિયો પર ક્લિક કરો.
  • હોમ પેજ પર, Gemini 2.5 Flash Imageનું ઓપ્શન મળશે.
  • કેવો ફોટો જોઈએ છે, તેનો પ્રોમ્પ્ટ એન્ટર કરો.
  • નવરાત્રિ સ્ટાઈલ ઇમેજ માટે + થી ફોટો અપલોડ કરો
  • ફોટો થોડીક સેકંડમાં તૈયાર થઈ જશે.
  • છેલ્લે આ ફોટો ફોનમાં ડાઉનલોડ કરી લો.
vtv app promotion

મહિલાઓ આ પ્રોમ્પટથી બનાવી શકશે ફોટો

Regal Grace - A hyper-realistic cinematic editorial portrait of the uploaded person (preserve face 100%). She stands tall in a dark moody studio, surrounded by soft drifting smoke under a dramatic spotlight. Outfit: Traditional Gujarati chaniya choli in deep jewel tones with intricate mirror work and embroidery, the dupatta draped elegantly across one shoulder. Pose: One hand gracefully holding the edge of the dupatta near the shoulder, the other hand resting lightly on the waist. Shoulders relaxed, confident yet serene expression, head tilted slightly upward as if embracing authority and poise.

આ પણ વાંચો: રૂ. 249 વાળો રિચાર્જ પ્લાન કેમ વિવાદમાં? TRAIએ માંગ્યો Jio-Airtel પાસે જવાબ

પુરુષ માટે આ પ્રોમ્પટથી બનશે ઇમેજ

Regal Command – A hyper-realistic cinematic editorial portrait of the uploaded person (preserve face 100%). He stands tall in a dark moody studio, surrounded by soft drifting smoke under a dramatic spotlight. Outfit: Traditional Gujarati kediyu and dhoti in deep jewel tones with intricate embroidery and mirror work, paired with a richly draped dupatta. Pose: One hand resting firmly on the waist, the other adjusting the dupatta across the shoulder. Shoulders squared, confident and composed expression, chin slightly raised as if embodying quiet authority.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology News Google Gemini Navratri Fashion Navratri Looks
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ