ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રૂ. 249 વાળો રિચાર્જ પ્લાન કેમ વિવાદમાં? TRAIએ માંગ્યો Jio-Airtel પાસે જવાબ
Last Updated: 12:04 PM, 13 September 2025
ADVERTISEMENT
ગત મહિને લાખો પ્રીપેઇડ ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો હતો, કારણ કે, દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ જિઓ અને એરટેલએ પોતાનો સસ્તો 1 GB ડેઇલી ડેટાવાળો પ્લાન બંધ કરી દીધો છે. 249 રૂપિયાનો આ પ્લાન બંધ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિરોધ થયો હતો.
ADVERTISEMENT
આ પ્લાન સામાન્ય માણસ માટે ખૂબ જ ઉપયોગી હતો, કારણ કે તેમાં લગભગ આખા મહિને ઈન્ટરનેટ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળતી હતી. હવે સરકાર આ મામલે આગળ આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દુરસંચાર વિભાગે આ મામલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) પાસે રિપોર્ટ માંગ્યો છે. TRAIએ જિઓ અને એરટેલને આ પ્લાન કેમ હટાવ્યો તેના વિશે જવાબ આપવા કહ્યું છે.
જિયો પછી એરટેલે હટાવ્યો પ્લાન
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર, TRAI જાણવા માંગે છે કે ટેલિકોમ કંપનીઓએ આવું શા માટે કર્યું અને તેની લોકો પર શું અસર પડશે? ગયા મહિને જિયો અને એરટેલે લોકપ્રિય 249 રૂપિયાનો પ્રીપેઇડ પ્લાન બંધ કરી દીધો હતો. આ પ્લાન હેઠળ રોજનો 1 GB ડેટા સાથે કોલિંગ અને SMSની સુવિધા મળતી હતી.
જિઓના પ્લાનની વેલિડિટી 28 દિવસ હતી, જ્યારે એરટેલની 24 દિવસ હતી. સૌપ્રથમ જિઓએ આ પ્લાનને પોતાની વેબસાઇટ પરથી દૂર કર્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં એરટેલે પણ આ પ્લાન બંધ કરી દીધો.
ADVERTISEMENT

ટેલિકોમ કંપનીઓની દલીલ
ADVERTISEMENT
કંપનીઓએ દલીલ કરી કે તેઓએ પ્લાન મોંઘો કર્યો નથી, પરંતુ સસ્તો વિકલ્પ દૂર કર્યો છે જેથી ગ્રાહકોને મોંઘો રિચાર્જ પ્લાન લેવો પડે. રિપોર્ટ્સ મુજબ, જિઓએ TRAIને કહ્યું છે કે,
'આ પ્લાન હજુ પણ જિયો સ્ટોર્સ પર જઈને ફિઝિકલી લેવો શક્ય છે.'
ADVERTISEMENT
બીજી તરફ, એરટેલનું કહેવું છે કે,
'ગ્રાહકોના ઉપયોગની રીતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.'
ADVERTISEMENT
1 GB ડેટાવાળા યુઝર્સની સંખ્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ, જિઓના અંદાજે 50 કરોડ વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સમાંથી 20 થી 25 ટકા ગ્રાહકો 1 GB ડેઇલી ડેટાવાળા પ્લાનનો ઉપયોગ કરતા હતા. એરટેલમાં આ આંકડો લગભગ 18 થી 20 ટકા હતો. જ્યારે Viના પણ લગભગ 20 થી 25 ટકા ગ્રાહકો 1 GB પ્લાનનો ઉપયોગ કરે છે. હાલમાં Viએ પોતાનો આ પ્લાન બંધ કર્યો નથી.
રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે ટેલિકોમ કંપનીઓ 5G નેટવર્કના વધતા ખર્ચને પૂરો કરવા માટે સસ્તા પ્રીપેઇડ રિચાર્જ પ્લાન બંધ કરી રહી છે. પરંતુ સરકાર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યા બાદ હવે આ મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે.
વધુ વાંચો : ન્યૂ ફોન લૉન્ચ થતા જ ઘટી ગયા iPhoneના ભાવ? જાણો કઇ રીતે ઉઠાવશો ઑફરનો લાભ
રિપોર્ટ્સ મુજબ, TRAIએ કંપનીઓને પૂછ્યું છે કે, હવે તેમના ગ્રાહકો કયા નવા પ્લાન લઈ રહ્યા છે અને જૂનો પ્લાન કેમ હટાવ્યો. કહેવાય છે કે TRAI આ આખા મામલે સતત નજર રાખી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, સસ્તા રિચાર્જ પ્લાન બંધ થવાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેનાર લોકોને મુશ્કેલી પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT