ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / team management decided not to send ravi bishnoi and shreyas iyer to australia
Last Updated: 09:42 AM, 13 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારતીય મેનેજમેન્ટે એક ચોંકાવનાર નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામા સામેલ 2 ખેલાડીઓને ભારતીય મેનેજમેન્ટે મોટો ઝટકો આપ્યો છે. મેનેજમેન્ટે આ ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલીયા ન મોકલવાનો નિર્ણય લીધો છે. સાઉથ આફ્રિકા સામે રમવામાં આવેલી વન ડે સીરિઝમાં આ ખેલાડીઓ સ્ક્વાડનો ભાગ હતા
ADVERTISEMENT
આ બે ખેલાડીઓને મોટો ઝટકો
ભારતીય મેનેજમેન્ટે ટી20 વર્લ્ડ કપ 2022 માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં સામેલ યુવા સ્પિનર રવિ બિશ્નોઇ અને વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા ન મોકલવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમને જો કોઈ ખેલાડીની જગ્યાએ તેમની જરૂરિયાત હશે, તો જ તેઓ ટીમ સાથે જોડાઈ શકશે. હાલમાં ખેલાડીઓને ભારતમા જ રોકવામાં આવ્યા છે.
.jpg)
ADVERTISEMENT
આફ્રિકા સીરઝમાં પણ બેન્ચ પર જ જોવા મળ્યા હતા
રવિ બિશ્નોઇ ગયા થોડા સમયથી ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ હતા, પણ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની વન ડે સીરિઝમા તેઓ માત્ર એક જ મેચમા રમ્યા હતા અને હવે તેમને ઓસ્ટ્રેલીયા પણ મોકલવામાં આવશે નહીં. રવિ બિશ્નોઇ એશિયા કપ 2022મા ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યા હતા. આ ટૂર્નામેન્ટમાં પણ તેમણે શાનદાર બોલિંગ કરી હતી, પણ ટી20 વર્લ્ડ કપ 2022 માટે તેમને ટીમમા જગ્યા મળી નથી. રવિ બિશ્નોઇ ઈન્ડિયા માટે અત્યાર સુધી 10 ટી20 મેચમા 16 વિકેટ મેળવી ચૂક્યા છે.
.jpg)
ADVERTISEMENT
વન ડે સીરિઝમાં સૌથી સફળ બેટ્સમેન
શ્રેયસ અય્યર આફ્રિકા સીરિઝમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. શ્રેયસ અય્યરે 3 મેચમાં 191 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે બીજી મેચમા અણનમ 113 રન બનાવ્યા હતા, પણ તેમને પણ હાલમાં ભારત જ રોકવામાં આવ્યા છે. જો ઈન્ડિયાને કોઈ બેટ્સમેનની જરૂર પડે છે, તો જ શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલીયા બોલાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ