ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / team India will reach on 1st February in Ahmedabad for india vs wi odi 2022

ક્રિકેટ / આરંભ હૈ પ્રચંડ! ટીમ ઈન્ડિયાને અમદાવાદ પહોંચવા નિર્દેશ, જાણો કઈ કઈ તારીખે રમાશે મેચ

Published By: Khyati

Last Updated: 04:57 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનારી વનડે મેચોની શ્રેણી 6 ફેબ્રુઆરીથી થશે શરુ, ટીમ ઇન્ડિયા 1લી ફેબ્રુઆરીએ આવશે અમદાવાદ

ADVERTISEMENT

  • ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે વનડે સિરીઝ
  • અમદાવાદમાં રમાશે 3 વન ડે મેચોની શ્રેણી
  • ટીમ ઇન્ડિયા 1લી ફેબ્રુઆરીએ આવશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 3 વનડે મેચોની શ્રેણી રમાશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ આવતા સપ્તાહે 1 ફેબ્રુઆરી એટલે કે સોમવાર સુધીમાં અમદાવાદ પહોંચવાનું રહેશે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે ટીમમાં પસંદ કરાયેલા તમામ ખેલાડીઓને સૂચના પણ આપી છે કે અહીં પહોંચ્યા પછી, કેપ્ટન રોહિત શર્મા અને બાકીની ટીમને 3 દિવસ માટે હોટલમાં કૉરન્ટીન કરવામાં આવશે. આ દરમિયાન ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પણ થશે. કૉરન્ટીન સમય પૂર્ણ થયા બાદ જ ખેલાડીઓ ODI શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી શકશે. કોરોનાને કારણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 ODI શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં રમાશે જેની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરી, રવિવારના રોજ યોજાશે.

1લી ફેબ્રુઆરીએ આવશે ટીમ ઇન્ડિયા

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે  'ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ્સ સ્ટાફના સભ્યો અને કોચ રાહુલ દ્રવિડ 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. આ પછી, દરેકને હોટલના રૂમમાં 3 દિવસ માટે કૉરન્ટીન રહેવું પડશે. આ દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી વનડે શ્રેણી માટે પણ કેમ્પ યોજાશે. મહત્વનુ છે કે આ વખતે પણ બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ પ્રવાસની જેમ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ખેલાડીઓને અમદાવાદ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પ્રવાસ દરમિયાન ખેલાડીઓ કોઈના સંપર્કમાં ન આવે પણ આમ થઇ શક્યુ નહી 

રોહિત શર્માની કેપ્ટનસી

રોહિત શર્મા ફુલટાઇમ લિમિટેડ ઓવર કેપ્ટનના રુપમાં વેસ્ટઇન્ડીઝ સીરિઝથી ડેબ્યૂ કરશે. આ વર્ષ 2022ની ઇન્ડિયાની પહેલી  હોમ સિરીઝ છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણી રમી હતી, જેમાં યજમાન દેશે ટીમ ઈન્ડિયાને 3-0થી હરાવ્યું હતું. આ પ્રવાસમાં ભારતને ટેસ્ટ શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 વન-ડે સીરીઝ બાદ તે જ T20 સીરીઝ પણ રમાશે. તેની તમામ મેચો કોલકાતામાં યોજાશે.

ભારતની વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વનડે સિરીઝ

  • રોહિત શર્મા (કેપ્ટન)
  •  કે.એલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
  • ઋતુરાજ ગાયકવાડ
  •  શિખર ધવન
  •  વિરાટ કોહલી
  •  સૂર્યકુમાર યાદવ
  • શ્રેયસ અય્યર
  • દીપક હુડા
  • ઋષભ પંત (વિકેટમેન)
  •  દીપક ચહર,
  •  શાર્દુલ ઠાકુર
  •  યુઝવેન્દ્ર ચહલ
  •  કુલદીપ યાદવ
  •  વોશિંગ્ટન સુંદર
  •  રવિ બિશ્નોઈ
  •  મોહમ્મદ સિરાજ
  • ફેમસ કૃષ્ણા અને  અવેશ ખાન

સંકળાયેલા મુદ્દાઓ

Team India india vs wi odi 2022 namo stadium અમદાવાદ ટીમ ઇન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ India vs Wi ODI 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ