બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટાટા પંચે ફરી માર્યું મેદાન! ક્રેટા, સ્કોર્પિયો અને બ્રેઝાને છોડી પાછળ, જુઓ ભારતની ટોપ-10 કાર

photo-story

11 ફોટો ગેલેરી

ઓટો / ટાટા પંચે ફરી માર્યું મેદાન! ક્રેટા, સ્કોર્પિયો અને બ્રેઝાને છોડી પાછળ, જુઓ ભારતની ટોપ-10 કાર

Last Updated: 12:29 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જુલાઈ 2026 માં ભારતીય બજારમાં SUV કારોની ભારે માંગ જોવા મળી છે. ટાટા પંચે 21,313 યુનિટ્સના વેચાણ સાથે દેશની નંબર-1 SUV નો તાજ જાળવી રાખ્યો છે, જ્યારે મારુતિ ફ્રૉન્ક્સ અને હ્યુન્ડાઈ ક્રેટે અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.

1/11

photoStories-logo

1. ટાટા પંચે ફરી માર્યું મેદાન! ક્રેટા, સ્કોર્પિયો અને બ્રેઝાને છોડી પાછળ, જુઓ ભારતની ટોપ-10 કાર

ભારતમાં જૂલાઈ 2026 નો મહિનો SUV સેગમેન્ટ માટે અત્યંત ઉત્સાહજનક રહ્યો છે. યૂટિલિટી વ્હીકલના વેચાણમાં જંગી વધારો નોંધાયો છે, જેમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને કિયા જેવી ઓટોમોબાઈલ કંપનીઓના મોડેલ્સે ભારતીય માર્કેટમાં મજબૂત પકડ જાળવી રાખી છે. વિતેલા મહિને ટાટા પંચ (Tata Punch) કારે ફરી એકવાર દેશની નંબર-1 SUV બનવાની સિદ્ધિ મેળવી છે અને 5 વર્ષથી ઓછા સમયમાં 8 લાખ યુનિટ્સના વેચાણનો ઐતિહાસિક માઈલસ્ટોન પણ પાર કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. ટાટા પંચ (Tata Punch)

જુલાઈ 2026 ની યાદીમાં ટાટા પંચ 21,313 યુનિટ્સના શાનદાર વેચાણ સાથે પ્રથમ ક્રમે રહી છે. ગયા વર્ષે જુલાઈમાં તેનું વેચાણ 10,785 યુનિટ્સ હતું, જે દર્શાવે છે કે વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 98% નો મોટો ઉછાળો આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ (Maruti Suzuki Fronx)

મારુતિ સુઝુકીની આ ક્રોસઓવર SUV 19,473 યુનિટ્સના વેચાણ સાથે બીજા સ્થાને રહી છે. ગયા વર્ષના 12,872 યુનિટ્સના મુકાબલે તેમાં 51% ની મજબૂત ગ્રોથ નોંધાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta)

મિડસાઈઝ SUV સેગમેન્ટમાં જાણીતી હ્યુન્ડાઈ ક્રેતા જુલાઈ 2026 માં 18,088 યુનિટ્સના વેચાણ સાથે ત્રીજા સ્થાને રહી છે, જે ગયા વર્ષના 16,898 યુનિટ્સ કરતાં 7% વધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. ટાટા નેક્સોન (Tata Nexon)

ટાટા મોટર્સની પોપ્યુલર કોમ્પેક્ટ SUV નેક્સોન 17,471 યુનિટ્સના વેચાણ સાથે ચોથા સ્થાને રહી છે. ગયા વર્ષના 12,825 યુનિટ્સની સરખામણીએ તેમાં 36% નો વાર્ષિક વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio)

દમદાર લુક ધરાવતી મહિન્દ્રા સ્કોર્પિયો 16,009 યુનિટ્સ સાથે 5 માં સ્થાને રહી છે. ગયા વર્ષના 13,747 યુનિટ્સના મુકાબલે તેમાં 16% નો ગ્રોથ જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. કિયા સેલ્ટોસ (Kia Seltos)

કિયા સેલ્ટોસે જુલાઈ 2026 માં ધમાકેદાર વાપસી કરતા 12,541 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ગયા વર્ષના 6,010 યુનિટ્સની સરખામણીએ તેમાં 109% ની સૌથી મોટી એન્યુઅલ ગ્રોથ નોંધાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મારુતિ સુઝુકી બ્રેઝા (Maruti Suzuki Brezza)

મારુતિની સબ-કોમ્પેક્ટ SUV બ્રેઝા 12,055 યુનિટ્સ સાથે 7 માં ક્રમે રહી છે. ગયા વર્ષના 14,065 યુનિટ્સના મુકાબલે તેના વેચાણમાં 14% નો ઘટાડો થયો છે, છતાં તે ટોપ 10 માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. મારુતિ સુઝુકી વિક્ટોરિસ (Maruti Suzuki Victoris)

મારુતિના પોર્ટફોલિયોની નવી SUV વિક્ટોરિસે જુલાઈ 2026 માં 11,334 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. પેટ્રોલ, સીએનજી અને હાઇબ્રિડ વિકલ્પોના કારણે ગ્રાહકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. હ્યુન્ડાઈ વેન્યુ (Hyundai Venue)

હ્યુન્ડાઈની કોમ્પેક્ટ સબ-4 મીટર SUV વેન્યુ 11,095 યુનિટ્સ સાથે 9 માં સ્થાને રહી છે. ગયા વર્ષના 8,054 યુનિટ્સની સરખામણીએ તેમાં 38% નો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. મહિન્દ્રા થાર (Mahindra Thar)

લાઈફસ્ટાઈલ ઓફ-રોડ SUV મહિન્દ્રા થાર 10,558 યુનિટ્સના વેચાણ સાથે 10 માં સ્થાને રહી છે. ગયા વર્ષના 9,845 યુનિટ્સ કરતાં તેના વેચાણમાં 7% નો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MarutiFronx SUVSales TataPunch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ