ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કાર રોકી, 10 રાઉન્ડ ફાયરિંગ, ફેક નંબર પ્લેટ, સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં શું-શું થયું?
Last Updated: 12:22 PM, 7 May 2026
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બુધવાર (6 મે)ની રાતે સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાથી હડકંપ મચી ગયો છે. તપાસમાં સામે આવ્યું છે કે હત્યામાં ઉપયોગ થયેલી ગાડી પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ગોળી લાગ્યા બાદ ચંદ્રનાથ રથને વિવાસિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
ADVERTISEMENT
આ કેસમાં પોલીસને એક પછી એક ચોંકાવનારી માહિતી મળી રહી છે. પોલીસ સૂત્રો મુજબ ઘટના રાત્રે 10 વાગ્યાથી 10:15 વાગ્યાની વચ્ચે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલા સમયે ગાડીની આગળની સીટ પર ચંદ્રનાથ રથ અને તેમનો ડ્રાઈવર હાજર હતા જ્યારે પાછળની સીટ પર મિંટુ નામનો વ્યક્તિ બેઠો હતો, જેને ચંદ્રનાથ રથનો નજીકનો વ્યક્તિ કહેવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રારંભિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં કુલ 3 આરોપીઓ સામેલ હતા. જેમાંથી એક આરોપી સિલ્વર રંગની ફોર વ્હીલ ચલાવી રહ્યો હતો જ્યારે બાકીના બે આરોપીઓ મોટરસાયકલ પર હતા. મળતી માહિતી પ્રમાણે જે ગાડીમાં ચંદ્રનાથ રથ સવાર હતા તેના આગળ એક આરોપીએ પોતાની કાર આડી ઉભી રાખીને રસ્તો રોકી દીધો હતો. જેના કારણે ડ્રાઈવરને મજબૂરીમાં ગાડી અટકાવવી પડી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટનામાં સૂત્રો મુજબ હુમલાખોરોએ ગાડી રોક્યા પછી બે મોટરસાયકલ ત્યાં આવી પહોંચી અને ત્યારબાદ ફાયરિંગ શરૂ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રનાથ રથની હત્યા કરવા માટે એક હુમલાખોરે કારની બારીના કાચ પાસે બંદૂક લગાવીને નજીકથી ગોળી ચલાવી. કાચમાં થયેલા કાણા મારફતે પણ ગોળીઓ ચલાવવામાં આવી. આ હુમલામાં ચંદ્રનાથ રથને કુલ 3 ગોળીઓ લાગી જ્યારે તેમના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી અને તે ઘાયલ થયો. જે સિલ્વર રંગની ગાડીથી તેમની કાર રોકવામાં આવી હતી તેના ચેસિસ નંબર પણ કાઢી નાખવામાં આવ્યા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે આ આખી ઘટનાનું પહેલેથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. લગભગ રાત્રે 10:20 વાગ્યે ચંદ્રનાથ રથની ગાડી હાઈવે પરથી તેમના ઘર તરફ વળી હતી અને ઘરથી માત્ર 100 મીટર દૂર આરોપીઓએ તેમની ગાડી આગળ પોતાની કાર ઉભી રાખી. ત્યારબાદ હેલ્મેટ પહેરેલા એક આરોપીએ ઉતરીને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાંથી 3 ગોળીઓ ચંદ્રનાથના છાતીમાં લાગી અને તેમનું મૃત્યુ થયું જ્યારે ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ હત્યાકાંડ જે તિરાહા પર થયો છે તે જગ્યા ખાસ રીતે પસંદ કરવામાં આવી હોય એવી શંકા છે. શક્ય છે કે હુમલાખોરોએ એવી જગ્યા પસંદ કરી હોય જ્યાં ભાગવા માટે માત્ર એક જ રસ્તો નહીં પરંતુ ત્રીજો રસ્તો પણ હોય, જે સન્નાટા ભરેલા વિસ્તારમાંથી થઈને મુખ્ય રોડ સુધી જાય. તપાસમાં સિલ્વર રંગની ગાડી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કારણ કે તેની નંબર પ્લેટ નકલી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ગાડીની ડ્રાઈવિંગ સીટની સીટબેલ્ટ દરવાજામાં ફસાઈ ગયેલી મળી આવી છે જે બતાવે છે કે હુમલો કર્યા બાદ આરોપીઓ ખૂબ જ ઝડપથી ગાડી છોડીને બાઈક પર બેસી ભાગી ગયા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કોણ હતા સુભેંદુ અધિકારીના PA? અને ક્યાં-કેવી રીતે કરાઇ હત્યા, શું કહ્યું TMCએ?
ADVERTISEMENT
આ વિસ્તાર રહેણાંક વિસ્તાર છે અને ત્યાં ખંભા પર સીસીટીવી કેમેરા પણ લાગેલો છે, જે તપાસ માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. પોલીસ હવે આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે જેથી આરોપીઓ ક્યાંથી આવ્યા કયા રસ્તેથી ભાગ્યા અને ચંદ્રનાથ રથની ગાડીનો પીછો કયા સ્થળેથી શરૂ કર્યો તે બધું ટ્રેક કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT