ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Politics / કોણ હતા સુભેંદુ અધિકારીના PA? અને ક્યાં-કેવી રીતે કરાઇ હત્યા, શું કહ્યું TMCએ?
Last Updated: 10:31 AM, 7 May 2026
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની મધ્યમગ્રામમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે રાત્રે બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ચંદ્રનાથને ત્રણ ગોળીઓ વાગી હતી. તેમના ડ્રાઈવરને પણ ઈજા થઈ છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
આ ઘટનાના પછી પશ્ચિમ બંગાળમાં તણાવ અને રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આરોપ લગાવ્યો છે જ્યારે TMCએ હત્યાની નિંદા કરીને CBI તપાસની માંગ કરી છે.
ADVERTISEMENT
ચંદ્રનાથ રથ શુભેન્દુ અધિકારીના વિશ્વાસુ સહયોગી માનવામાં આવતા હતા અને ઘણા વર્ષોથી તેમની સાથે નજીકથી જોડાયેલા હતા. તેઓ રાજકીય કામોમાં સક્રિય હતા અને ભવાનીપુર જેવી મહત્વપૂર્ણ ચૂંટણીમાં પણ કામ કર્યું હતું. ભાજપની વરિષ્ઠ નેતા કિયા ઘોષે દાવો કર્યો કે ચંદ્રનાથને તેમની રાજકીય ભૂમિકાના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના કહેવા મુજબ, ચંદ્રનાથે શુભેન્દુ અધિકારી માટે ખૂબ મહેનતથી કામ કર્યું હતું અને આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ તેની પાછળ રાજકીય દુશ્મની હોઈ શકે છે.
પશ્ચિમ બંગાળના ભાજપના મોટા નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રો મુજબ ચંદ્રનાથને માથામાં ત્રણ ગોળીઓ વાગી હતી અને તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં બની હતી, જ્યાં બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ આ કૃત્ય કર્યું. ચંદ્રનાથ શુભેન્દુ અધિકારીના ખૂબ જ નજીકના હતા અને છેલ્લા 5 વર્ષથી તેમની તમામ રાજકીય પ્રવૃત્તિઓની જવાબદારી સંભાળી રહ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શુભેન્દુના PAની હત્યામાં શું થયા ખુલાસા? 10 રાઉન્ડ ફાયરિંગ, શરીરમાં પાંચ ગોળી; ડ્રાઈવરની હાલત પણ ગંભીર
ADVERTISEMENT
હેલમેટ પહેરેલા બાઈક સવાર હુમલાખોરોએ પહેલા ચંદ્રનાથ રથની કારને મધ્યમગ્રામના દોહરિયા પાસે રોકી. ત્યારબાદ તેમણે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો અને ઘટનાને અંજામ આપ્યા પછી ત્યાંથી ફરાર થઈ ગયા.આ ગોળીબારમાં ચંદ્રનાથ રથને તેમજ તેમના ડ્રાઈવરને પણ ગોળી લાગી હતી. ડ્રાઈવરનું હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ખૂબ જ નજીકથી ગોળીબાર કર્યો હતો, જેના કારણે ચંદ્રનાથ રથનું ઘટનાસ્થળે જ મોત થયું. કારની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કારના કાચ પર ગોળીના 3 નિશાન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. આ પણ જાણવા મળ્યું છે કે બાઈક પર નંબર પ્લેટ નહોતી. ઘટના બાદ એક પછી એક ભાજપના નેતાઓ મધરાતે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. શુભેન્દુ અધિકારી પણ ત્યાં પહોંચી ગયા છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ રાત્રે સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મધ્યમગ્રામમાં થયેલી ચંદ્રનાથ રથની ક્રૂર હત્યાની અમે કડક નિંદા કરીએ છીએ.સાથે જ તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં ચૂંટણી પછીની હિંસાની ઘટનાઓમાં TMCના વધુ ત્રણ કાર્યકરોની પણ હત્યા થઈ છે તેની પણ તેઓ નિંદા કરે છે.પાર્ટીનો આરોપ છે કે આ હિંસક ઘટનાઓ ભાજપ સમર્થિત તોફાનીઓ દ્વારા કરવામાં આવી છે જ્યારે તે સમયે આચાર સંહિતા લાગુ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT