બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / શુભેન્દુના PAની હત્યામાં શું થયા ખુલાસા? 10 રાઉન્ડ ફાયરિંગ, શરીરમાં પાંચ ગોળી; ડ્રાઈવરની હાલત પણ ગંભીર
Last Updated: 07:41 AM, 7 May 2026
પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામના દોહરિયા વિસ્તારમાં આ ઘટના બની હતી. મોડીરાતનો સમય હતો. શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ પોતાની કારમાં જઈ રહ્યા હતા. ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો અને ચંદ્રનાથ બાજુની સીટ પર બેઠા હતા. માહિતી મુજબ, એક કાર લાંબા સમયથી તેમની સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી. પછી પાછળની કાર આગળ આવી અને ધીમે ચાલી. જેના કારણે ચંદ્રનાથની કારની ગતિ પણ ઓછી થઈ ગઈ. ત્યારે બાઈક પર આવેલા બદમાશોએ બાજુમાંથી આવી ચંદ્રનાથના છાતીમાં સતત ગોળીઓ ચલાવી દીધી અને સમગ્ર વિસ્તારમાં ભય અને હિંસાનો માહોલ ફેલાઈ ગયો. કુલ 10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાંથી 5 ગોળીઓ તેમના છાતીમાંથી કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અને ભાજપની જીત પછી સતત હિંસા, આગજની અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે રાત્રે આ હિંસા વધુ ગંભીર બની ગઈ જ્યારે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી અને વ્યક્તિગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ચંદ્રનાથ ઘણા વર્ષોથી શુભેન્દુ અધિકારી સાથે કામ કરતા હતા. દોહરિયા વિસ્તારમાં રસ્તા પર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને ઘણી ગોળીઓ વાગતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ હત્યાથી બંગાળની રાજનીતિમાં ભારે ચકચાર મચી ગઈ છે અને વિસ્તારમાં તણાવનો માહોલ ઉભો થયો છે.

ADVERTISEMENT
હાલ સુધી મળેલી માહિતી મુજબ આ એક પૂર્વ આયોજન કરેલી હત્યા હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રનાથની કારનો પીછો બે વાહનો કરી રહ્યા હતા. એક કાર અને એક મોટરસાઇકલ. કહેવાય છે કે પીછો કરતી કાર ચંદ્રનાથની ગાડીને ઓવરટેક કરીને આગળ આવી જેના કારણે તેમની કાર ધીમી કરવી પડી. થોડી જ ક્ષણોમાં બાઈક પર આવેલા હુમલાખોરોએ ખૂબ નજીકથી ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાંથી ત્રણ ગોળીઓ ચંદ્રનાથના છાતી, પેટ અને માથામાં વાગી હતી.
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી બાઈક પર કોઈ નંબર પ્લેટ નહોતી. જેના કારણે શંકા વધી રહી છે કે આ હુમલો પહેલેથી જ યોજના બનાવીને કરવામાં આવ્યો હતો. એક સૂત્રએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ તેમની કારનો પીછો કરી રહ્યો હતો અને જેવી જ કાર ધીમી પડી એવો જ ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો. આ ગોળીબારમાં કારનો ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલમાં તેનું કોલકાતાના SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી મળેલા કારતૂસ પરથી લાગે છે કે હુમલામાં કોઈ નાના હથિયાર શક્યતા મુજબ ઓસ્ટ્રિયામાં બનેલી Glock પિસ્તોલનો ઉપયોગ થયો હોઈ શકે. જોકે, તપાસ અધિકારીઓએ કહ્યું છે કે હથિયાર વિશે ચોક્કસ માહિતી ફોરેન્સિક તપાસ બાદ જ મળી શકશે. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધાર્થ નાથ ગુપ્તાએ જણાવ્યું કે આ કેસ સાથે જોડાયેલી એક કાર જપ્ત કરવામાં આવી છે. કારની નંબર પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા અને કારમાંથી ખાલી કારતૂસ તેમજ જીવંત ગોળીઓ પણ મળી આવી છે. સાથે જ અનેક CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં લોહીયાળ જંગ: શુભેન્દુ અધિકારીના નજીકના સાથીની સરાજાહેર ગોળી મારી હત્યા
ADVERTISEMENT
ચંદ્રનાથ રથ શુભેન્દુ અધિકારીના વિશ્વાસુ સહયોગી માનવામાં આવતા હતા અને ઘણા વર્ષોથી તેમની સાથે નજીકથી જોડાયેલા હતા. તેઓ રાજકીય કામોમાં સક્રિય હતા અને ભવાનીપુર જેવી મહત્વપૂર્ણ ચૂંટણીમાં પણ કામ કર્યું હતું. ભાજપની વરિષ્ઠ નેતા કિયા ઘોષે દાવો કર્યો કે ચંદ્રનાથને તેમની રાજકીય ભૂમિકાના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના કહેવા મુજબ, ચંદ્રનાથે શુભેન્દુ અધિકારી માટે ખૂબ મહેનતથી કામ કર્યું હતું અને આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ તેની પાછળ રાજકીય દુશ્મની હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.