બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પશ્ચિમ બંગાળમાં લોહીયાળ જંગ: શુભેન્દુ અધિકારીના નજીકના સાથીની સરાજાહેર ગોળી મારી હત્યા

નેશનલ / પશ્ચિમ બંગાળમાં લોહીયાળ જંગ: શુભેન્દુ અધિકારીના નજીકના સાથીની સરાજાહેર ગોળી મારી હત્યા

Pravin Joshi

Last Updated: 01:56 AM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના સાથી ચંદ્રનાથ રથની ઉત્તર 24 પરગણાના મધ્યગ્રામમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ કાર રોકી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ભાજપે આ હિંસા માટે TMC પર આરોપ મૂક્યો છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાએ વધુ એક ભયાનક વળાંક લીધો છે. બુધવારની મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. હુમલાખોરોએ ચંદ્રનાથની કારને અધવચ્ચે રોકીને તેના પર ચાર રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય એક વાહને તેમનો પીછો કર્યો હતો. હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલમાં કારને ઓવરટેક કરીને રસ્તો રોક્યો અને તક મળતા જ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો. ચંદ્રનાથને છાતી અને માથાના ભાગે ગોળીઓ વાગી હતી, જ્યારે તેમના ડ્રાઈવર પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા જ શુભેન્દુ અધિકારી પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથના અવસાનની પુષ્ટિ કરી હતી. આ હત્યાને 2026ની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ થઈ રહેલી રાજકીય હિંસા સાથે જોડવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે 294 માંથી 207 બેઠકો જીતીને મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. શુભેન્દુ અધિકારીએ પોતે મમતા બેનર્જીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરમાં પરાજય આપ્યો છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે ચૂંટણીમાં કારમી હારથી લઘુતાગ્રંથિ અનુભવતી તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે હિંસાનો સહારો લઈ રહી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે આ હત્યા પાછળ TMC ના ગુંડાઓનો હાથ છે. બીજી તરફ, સાઉથ 24 પરગણાના કેનિંગ અને નારાયણપુર જેવા વિસ્તારોમાં પણ હિંસાના અહેવાલો છે, જ્યાં પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ તમિલનાડુમાં વિજયે સરકાર બનાવાનો રજૂ કર્યો દાવા,રાજ્યપાલે કહ્યું- પહેલા 118 ધારાસભ્યોની સહી લઈને આવો

પશ્ચિમ બંગાળ પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી કરી દેવામાં આવી છે. નારાયણપુર ગ્રામ પંચાયતના પ્રધાન સલાઉદ્દીન સરદારની ઓફિસમાંથી અગાઉ ધારદાર હથિયારો મળી આવ્યા હોવાથી પોલીસ કોઈ પણ જાતની ઢીલાશ રાખવા માંગતી નથી. બંગાળમાં સત્તા પરિવર્તન પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી એ નવી સરકાર અને વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BengalViolence JusticeForChandranath SuvenduAdhikari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ