ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / કામલીલા ટાણે જ પૂર્વ પ્રેમી આવી ચડ્યો, અને યુવતીએ ભર્યું દર્દનાક પગલું, જીવથી ગઇ, પરિવારે કર્યો ચોંકાવનારો દાવો

સુરત / કામલીલા ટાણે જ પૂર્વ પ્રેમી આવી ચડ્યો, અને યુવતીએ ભર્યું દર્દનાક પગલું, જીવથી ગઇ, પરિવારે કર્યો ચોંકાવનારો દાવો

Last Updated: 03:29 PM, 3 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અડાજણમાં મેકડોનાલ્ડમાં કામ કરતી યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અનુસાર તેનું મૃત્યુ આપઘાત છે કે હત્યા, આ પ્રશ્ને સ્થાનિકો અને પરિવારજનોને ચિંતિત કરી દીધા છે.

ADVERTISEMENT

સુરતના અડાજણ વિસ્તારમાં મેકડોનાલ્ડમાં કામ કરતી એક યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. તેની આપધાતથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના જાણ થતા જ અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

Committed-suicide (1)

ઘટનાનો પરિપ્રેક્ષ્ય

પોલીસની તપાસ અનુસાર યુવતીના પૂર્વ પ્રેમીએ તેને બીજા યુવક સાથે જોઇ જતા યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પૂર્વ પ્રેમીના નિવેદન અનુસાર , તેણે યુવતીને આપેલી ગાડીના દસ્તાવેજ લેવા માટે તેના ઘરે ગયો હતો અને તે જ સમયે યુવતી અન્ય યુવક સાથે હતી. જો કે પૂર્વ પ્રેમી વસીમ આવી જતા બંને ગભરાઇ ગયા હતા અને યુવક ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. ત્યારબાદ યુવતીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.

ઘટના શું છે ?

જ્યારે પૂર્વ પ્રેમી વસીમે દરવાજો ખટખટાવ્યો, તો અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. આ સ્થિતિમાં, તે દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ્યો અને યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.. એ સમયે, વસીમે યુવતીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું.

આ પણ વાંચો : આરોગ્ય કર્મીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં, આગામી 5મીએ બેસશે ધરણા પર, જાણો માંગ

પરિવારની શંકાઓ

યુવતીના પરિવારજનો આ તેના આપઘાતને હત્યા હોવાનું દાવો કરી રહ્યા છે. તેઓ પોલીસ તપાસની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી યુવતીના મોતનું સાચું કારણ બહાર આવી શકે, હવે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે, જેની મદદથી સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ તપાસમાં એ જાણવા મળશે કે આ એક આપઘાત હતો કે હત્યા .

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

crime incident surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ