ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આરોગ્ય કર્મીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં, આગામી 5મીએ બેસશે ધરણા પર, જાણો માંગ

ગાંધીનગર / આરોગ્ય કર્મીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં, આગામી 5મીએ બેસશે ધરણા પર, જાણો માંગ

Last Updated: 02:29 PM, 3 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય વિભાગના કર્મીઓના પ્રશ્નોના ઉકેલ ન આવતા તેઓ દ્વારા વધુ એક વખત ધારણાંની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જેમાં પડતર પ્રશ્નોને લઈ કર્મચારીઓ ધરણા કરવાની તૈયારી કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર 5 માર્ચે વિરોધ કરશે. ત્યારે છેલ્લા ઘણા સયમથી ગ્રેડ પે, ટેક્નિકલ સંવર્ગ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામૂહિક હડતાળ પાડીને ધરણા કરશે.

સંઘ દ્વારા વિરોધ કરવામાં આવશે

આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે અમે તારીખ 5 ના રોજ ધરણા કરવાના છે. ગ્રેડ પે, ટેક્નિકલ સંવર્ગ અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા સહીતના પ્રશ્નોના નિકાલ માટે સંઘ દ્વારા વિરોધ કરવામાં આવનાર છે. આ ધરણાં આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પાડીને કરનાર છે. અને આરોગ્યની વિવિધ 7 કેડરમાં કર્મચારીઓ સાથે ધરણાં કરવામાં આવશે.

આ પણ વાંચો : IGNOUએ એડમિશન માટે રજીસ્ટ્ર્રેશનની ડેડલાઈન લંબાવી, હવે આ તારીખ સુધી કરી શકાશે અરજી

આરોગ્ય કર્મચારી મહાસંઘની સરકારને ચીમકી

છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે, ટેક્નિકલ સંવર્ગ અને ખાતાકીય પરિક્ષા રદ્દ કરવા સહીતના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્રને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર તરફથી તેમના પડતર પ્રશ્નોને લઈને કોઈ બાંહેધારી ના અપાતા આરોગ્ય કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો. લાંબા સમયથી તેમના પડતર પ્રશ્નોને નજર અંદાજ કરાતા આ વખતે આરોગ્યની વિવિધ સાત કેડરમાં આવતા કર્મચારીઓ એક થયા છે. તમામ કર્મચારીઓ એકસાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Employees Union Health Workers Strike Health Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ