ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ડીંડોલી સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર

ચોંકાવનારી ઘટના / સુરતના ડીંડોલી સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર

Published By: Priykant Shrimali

Last Updated: 10:36 AM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Swaminarayan Temple : સુરતના ડીંડોલી વિસ્તારમાં બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા ચકચાર, સવારે લગભગ 7 વાગ્યે બંને કોલેજ જવા માટે ઘરેથી નીકળી અને પછી...

ADVERTISEMENT

Surat Swaminarayan Temple : સુરત શહેરમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાસ્તવમાં ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

કોલેજ જવા નીકળેલી યુવતીઓ પરત ન ફરતા પરિવાર ચિંતિત

પ્રાથમિક વિગતો મુજબ બંને યુવતીઓ ઉધના સિટીઝન કોલેજ માં અભ્યાસ કરતી હતી. મૃતક યુવતીઓની ઓળખ 19 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોશના અતુલ ચૌધરી તરીકે થઈ છે. સવારે લગભગ 7 વાગ્યે બંને કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. સામાન્ય રીતે તેઓ બપોરે 12:30 વાગ્યા સુધી ઘરે પરત આવી જતી હતી, પરંતુ તે દિવસે તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારજનો દ્વારા સતત ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી બંને યુવતીઓએ ફોન ન ઉપાડતા શંકા વધુ વધી હતી.

લોકેશન ટ્રેસ કરતા મંદિર નજીક મળી ગાડી

પરિવારજનો અને સંબંધીઓએ યુવતીઓની શોધખોળ શરૂ કરી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન મોબાઇલ લોકેશન ટ્રેસ કરતાં તે સ્વામિનારાયણ મંદિર નજીક હોવાનું જણાયું. પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે યુવતીઓની ગાડી મંદિર પાસે મળી આવી હતી. ત્યારબાદ સમગ્ર મંદિર પરિસરમાં શોધખોળ કરવામાં આવી.

vtv app promotion

બાથરૂમનો દરવાજો તોડી અંદરથી મળી આવી લાશ

મંદિરની તપાસ દરમિયાન એક બાથરૂમની લાઈટ ચાલુ હોવાનું જોવા મળતાં શંકા ઊભી થઈ. બાથરૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડી તપાસ કરવામાં આવી. દરવાજો ખોલતાં બંને યુવતીઓ બેભાન હાલતમાં અંદર પડી હતી. ત્યારબાદ તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાંથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડોક્ટરોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : ભાજપ MLAના નિધનને લઈ PM મોદીથી લઈ દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

CCTV ફૂટેજ અને ઝેરના પડીકા મળ્યા

પોલીસે મંદિરના CCTV કેમેરાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ સવારે લગભગ 7:15 વાગ્યે બંને યુવતીઓ મંદિર પરિસરમાં પ્રવેશતી જોવા મળી છે અને ત્યારબાદ તેઓ બાથરૂમ તરફ જતા દેખાય છે. પોલીસને બાથરૂમમાંથી શંકાસ્પદ ઝેરના પડીકા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સામગ્રીને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી રહી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ બંને યુવતીઓ બાળપણથી જ એકબીજાની નજીકની મિત્ર હતી. તેઓ પ્રથમ ધોરણથી લઈને 12મા ધોરણ સુધી સાથે અભ્યાસ કરી હતી અને પછી કોલેજમાં ભણવા માટે અલગ અલગ વિભાગમાં ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udhna Citizen College Students Swaminarayan Temple Surat Surat Dindoli Incident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ