ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપ MLAના નિધનને લઈ PM મોદીથી લઈ દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

આણંદ / ભાજપ MLAના નિધનને લઈ PM મોદીથી લઈ દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

Published By: Priykant Shrimali

Last Updated: 09:23 AM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Govindbhai Parmar passes away : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન, રાજ્યભરમાં શોકની લાગણી, PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહીતને વ્યક્ત કર્યો શોક

ADVERTISEMENT

MLA Govindbhai Parmar passes away : આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય વિંદભાઈ પરમારનું ગઇકાલે એટલે કે, 6 માર્ચ 2026ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનના સમાચાર મળતા જ ઉમરેઠ વિસ્તાર તેમજ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ તરફ હવે PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિધનને લઈ શોક વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગોવિંદભાઈ પરમાર પોતાની સાદગી, સરળ સ્વભાવ અને લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા નેતા તરીકે ઓળખાતા હતા. સામાન્ય પરિવારમાંથી રાજકારણમાં પ્રવેશ કરીને તેમણે સતત જનસેવા કરી અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેમના અવસાનથી ઉમરેઠ વિસ્તારના લોકોમાં ઊંડી ખોટ અનુભવી રહી છે.

વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત નેતાઓએ વ્યક્ત કર્યો શોક

ગોવિંદભાઈ પરમારના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ તેમના જીવનમાં કરેલી જનસેવા અને રાજકીય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગોવિંદભાઈનું અવસાન પક્ષ અને વિસ્તાર માટે મોટી ખોટ છે.

PM મોદીએ વ્યક્ત કર્યો શોક

CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કર્યો શોક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વ્યક્ત કર્યો શોક

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો શોક

બે ટર્મ સુધી ઉમરેઠનું પ્રતિનિધિત્વ

ગોવિંદભાઈ પરમાર ભાજપના નિષ્ઠાવાન કાર્યકર હતા અને છેલ્લા બે ટર્મથી ઉમરેઠ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022 ની ચૂંટણીમાં પણ પક્ષે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે 95,639 મત મેળવીને ભવ્ય જીત નોંધાવી હતી. તેઓ હંમેશા વિસ્તારમાં વિકાસ કાર્યો અને લોકહિતના પ્રશ્નો માટે સક્રિય રહેતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઉમરેઠ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોને ગતિ મળી હતી.

આ પણ વાંચો : રાજ્યના 7 જિલ્લામાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર, અહીં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા

કોંગ્રેસથી શરૂ કરી ભાજપ સુધીની રાજકીય સફર

ગોવિંદભાઈ પરમારની રાજકીય સફર લાંબી અને રસપ્રદ રહી છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2002 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં Indian National Congress ની ટિકિટ પર ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ રાજકીય પરિસ્થિતિ બદલાતા તેઓ પછીથી ભાજપ સાથે જોડાયા અને વર્ષ 2017 તથા 2022 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી. આ રીતે તેમણે વિવિધ સમયગાળામાં ઉમરેઠ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના અવસાનથી હાલ ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભામાં એક બેઠક ખાલી થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Umreth MLA PM Modi Govindbhai Parmar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ