ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યના 7 જિલ્લામાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર, અહીં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા

હવામાન અપડેટ / રાજ્યના 7 જિલ્લામાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર, અહીં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા

Published By: Priykant Shrimali

Last Updated: 08:52 AM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast : હવામાન વિભાગે રાજ્યના લગભગ સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું, દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળી શકે

ADVERTISEMENT

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન ગરમીનો તીવ્ર અનુભવ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે રાજ્યના લગભગ સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટનો અર્થ એ થાય છે કે, લોકોને ગરમી અંગે સાવચેત રહેવાની જરૂર છે. દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે બહાર નીકળતા લોકો માટે ગરમીથી બચવા ખાસ કાળજી લેવી જરૂરી બની શકે છે.

આ પણ વાંચો : નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે નિખિલ દોંગાની પોસ્ટ બાદ જયરાજસિંહ જાડેજાએ આપ્યું મોટું નિવેદન

આ આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુતમ તાપમાન લગભગ 22 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ વધારાને કારણે દિવસ દરમિયાન ઉકળાટ અનુભવાઈ શકે છે. દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા છે. જેના કારણે હવામાન વધુ ભીનાશ ભરેલું અને અસહ્ય લાગી શકે છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat heatwave alert Gujarat weather forecast Heatwave in Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ