ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે નિખિલ દોંગાની પોસ્ટ બાદ જયરાજસિંહ જાડેજાએ આપ્યું મોટું નિવેદન
Last Updated: 11:20 PM, 6 March 2026
ADVERTISEMENT
Jayrajsinh Jadeja on IG Nirlipt Ray : રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈને સોશિયલ મીડિયા પર થયેલી એક પોસ્ટ બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં નિવેદન આપીને સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં નિખિલ દોંગાએ એક પોસ્ટ કર્યા બાદ હવે ખુદ જયરાજસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નિખિલ દોંગા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ઝડપથી વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક શક્તિશાળી નેતાએ તેમની બદલી અટકાવવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તે સફળ રહ્યા નહોતાં. આ પોસ્ટ સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ હતી.
ADVERTISEMENT
નિખિલ દોંગાની પોસ્ટ બાદ જયરાજસિંહની સ્પષ્ટતા, ગૃહમંત્રીને ભલામણ કરવાની સ્વીકારી#Rajkot #Gondal #JayrajsinhJadeja #NikhilDonga #GujaratPolitics #PoliticalStatement #ElectionPolitics #VTVDigital pic.twitter.com/5v5JFxk6gZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 6, 2026
શું કહ્યું જયરાજસિંહ જાડેજાએ ?
ADVERTISEMENT
આ વિવાદ વચ્ચે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે મુકવાની ભલામણ તેમણે પોતે ગૃહમંત્રી સમક્ષ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે એક કડક અને સક્ષમ અધિકારીની જરૂર હતી. જયરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈ ખોટા આક્ષેપો અથવા અનાવશ્યક વિવાદો ઉભા ન થાય તે માટે પણ આ પ્રકારના સખત અધિકારીની નિમણૂક જરૂરી હતી. તેમના મતે નિર્લિપ્ત રાય એક કડક, ઈમાનદાર અને કાર્યક્ષમ અધિકારી છે અને તેમની નિમણૂકથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે. આ સાથે તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે આ નિમણૂક પાછળ કોઈ રાજકીય દબાણ કે ખાસ વિવાદની વાત નથી. તેમના અનુસાર આ નિર્ણય માત્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
શું કહ્યું હતું નિખિલ દોંગાએ ?
ADVERTISEMENT
પાટીદાર નેતા નિખિલ દોંગાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેના કારણે સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાયો છે. તેમની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક શક્તિશાળી અને બાહુબલી ગણાતા રાજકીય નેતાએ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં થતી બદલી અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ પ્રયાસો છતાં બદલી અટકાવી શકાઈ નથી અને હવે તેઓ રાજકોટ રેન્જના વડા તરીકે કાર્યભાર સંભાળશે. નિખિલ દોંગાએ પોતાની પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે, નિર્લિપ્ત રાય ગોંડલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુંડાગીરી પર કડક કાર્યવાહી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ