ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈ નિખિલ દોંગાની પોસ્ટ, ગરમાયું સૌરાષ્ટ્રનું રાજકારણ

રાજકોટ / રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈ નિખિલ દોંગાની પોસ્ટ, ગરમાયું સૌરાષ્ટ્રનું રાજકારણ

Published By: Priykant Shrimali

Last Updated: 05:04 PM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nikhil Donga on Range IG Nirlipt Rai : નિખિલ દોંગાની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક શક્તિશાળી અને બાહુબલી ગણાતા રાજકીય નેતાએ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં થતી બદલી અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ પ્રયાસો છતાં બદલી અટકાવી શકાઈ નથી

ADVERTISEMENT

Nikhil Donga on Range IG Nirlipt Rai : રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે IPS અધિકારી નિર્લિપ્ત રાયની બદલી થતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. વાસ્તવમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાની ગોંડલ અને રીબડા વિસ્તારને લઇ છેલ્લા ઘણા સમયથી વિવાદો સામે આવતા રહ્યા છે, ત્યારે હવે મજબૂત અને કડક છબી ધરાવતા અધિકારીને રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળશે. તેમની નિમણૂકને લઈને વિવિધ રાજકીય અને સામાજિક વર્ગોમાં ચર્ચા ચાલી રહી છે.

નિખિલ દોંગાની પોસ્ટથી ચર્ચા વધુ ગરમાઈ

આ તરફ હવે પાટીદાર નેતા નિખિલ દોંગાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેના કારણે સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાયો છે. તેમની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક શક્તિશાળી અને બાહુબલી ગણાતા રાજકીય નેતાએ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં થતી બદલી અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ પ્રયાસો છતાં બદલી અટકાવી શકાઈ નથી અને હવે તેઓ રાજકોટ રેન્જના વડા તરીકે કાર્યભાર સંભાળશે. નિખિલ દોંગાએ પોતાની પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે, નિર્લિપ્ત રાય ગોંડલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુંડાગીરી પર કડક કાર્યવાહી કરશે.

નિખિલ દોંગાએ પોસ્ટમાં શું કહ્યું ?

એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબ ની રાજકોટ જિલ્લા માં થતી રેન્જ આઈજી તરીકે ની બદલી રોકી શક્યા નહીં. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. નિર્લિપ્ત રાય સાહેબ ને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલ માંથી ગુંડા રાજ ખતમ કરે.

ગોંડલ અને રીબડા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ નિમણૂક

મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડા વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને બે પ્રભાવશાળી નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે. આ પરિસ્થિતિમાં મજબૂત અને કડક છબી ધરાવતા અધિકારીને રાજકોટ રેન્જની જવાબદારી સોંપવામાં આવવી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચર્ચા એવી પણ છે કે, હવે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના પ્રભાવ ધરાવતા વિસ્તારમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી નવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ખનીજ માફિયા અને બૂટલેગરોમાં ફફડાટ

નિર્લિપ્ત રાયને સ્વચ્છ છબી ધરાવતા અને કાયદાની કડક અમલવારી માટે જાણીતા અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તેથી તેમની નિમણૂક બાદ ખનીજ માફિયા, બૂટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વોમાં ચિંતા જોવા મળી રહી છે. સરકાર દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂ-જુગારના અડ્ડાઓ અને ખનિજ માફિયાઓ પર નિયંત્રણ લાવવા માટે ખાસ જવાબદારી તેમને સોંપવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા અમદાવાદમાં ઝડપાયો મોટો સટ્ટો, રોકડ સાથે 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેન્જમાં પાંચ જિલ્લાનો સમાવેશ

રાજકોટ રેન્જ અંતર્ગત સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ પાંચ જિલ્લાઓ આવે છે. તેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nikhil Donga Rajkot Range IG Nirlipt Rai

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ