બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Supreme Court Refusal to Stay Appointment of Election Commissioners

રાહત / બે ચૂ્ંટણી કમિશનરો યથાવત રહેશે, નિયુક્તી પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

Ajit Jadeja

Last Updated: 12:42 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિમણૂક પ્રક્રિયાને અપનાવવા માટે થોડો વધુ સમય આપવો જોઇતો હતો

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિમણૂક પ્રક્રિયાને અપનાવવા માટે થોડો વધુ સમય આપવો જોઇતો હતો. આમ કરવામાં આવ્યુ હોત તો નિમણૂકની પ્રક્રિયા સારી રીતે થઇ શકી હોત. આ સાથે કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂક પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે અને તેને લગતી અરજી પણ ફગાવી દીધી છે.

સરકારે રજૂ કર્યો હતો જવાબ

આ અગાઉ ચૂંટણી પંચમાં ગયા અઠવાડિયે યોજાયેલી ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સામેલ ન કરવાના વિરોધમાં અરજી પર કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે પસંદગી સમિતિમાં ન્યાયિક સભ્યનો પણ સમાવેશ થાય ત્યારે જ ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરશે તેવી દલીલ ખોટી છે. બંધારણીય હોદ્દા ધરાવતા લોકો નિષ્પક્ષતાથી જ કામ કરે છે.

આ પણ વાંચોઃ પહેલી વાર અમેરિકાએ ચીન પાસે જઈને ઝીંકી મોટી મિસાઈલ, ખળભળી ઉઠ્યું

સુનાવણીમાં કોર્ટે અરજીને ફગાવી

ચૂંટણી કમિશનરોની યોગ્યતા પર કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યા નથી. અરજદારનો ઉદ્દેશ્ય રાજકીય વિવાદ ઊભો કરવાનો છે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ઉચ્ચ બંધારણીય અધિકારીઓ પાસેથી નિષ્પક્ષતાથી કામ કરવાની અપેક્ષા રાખવી જોઈએ. કેન્દ્રએ અરજીકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. કેન્દ્રએ ચૂંટણી કમિશનર એક્ટ પર પ્રતિબંધની માંગ કરતી અરજીઓનો વિરોધ કર્યો હતો. ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો કે આજે સુનાવણીમાં કોર્ટ દ્વારા અરજીને ફગાવી દેવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ