ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sunrisers Hyderabad captain Ken Williams said goodbye to the team

IPL 2022 / સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો! કેપ્ટન કેન વિલિયમસને ટીમને કહ્યુ અલવિદા, જાણો કારણ

Published By: Khyati

Last Updated: 01:45 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલ 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુશ્કેલીના સમયમાં સાથ છોડીને કેપ્ટને પકડી વતનની વાટ

ADVERTISEMENT

  • કેન વિલિયમ્સને હવે નહી રમે ટીમમાં
  • સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પરત ફર્યા પોતાના ઘરે
  • પારિવારિક કારણોસર કેન ન્યૂઝીલેન્ડ પરત ફર્યો 

ઇન્ડિયન પ્રિમીયર લીગ 2022ની સિઝનમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન આ સિઝનમાં ટીમ માટે નહી રમે.  ટીમનો કેપ્ટન કેન વિલિયમસન IPL બાયો-બબલમાંથી બહાર આવી ગયો છે. વિલિયમસન પારિવારિક કારણોસર ન્યુઝીલેન્ડ પરત ફરી રહ્યો છે.  તે ક્યારે પરત ફરશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.  મહત્વનું છે કે  હૈદરાબાદ ટીમ મંગળવારે રમાયેલી મેચમાં રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સને 3 રનથી હરાવી હતી. 

સનરાઇઝર્સ પ્લેઑફની મેચમાં યથાવત

સનરાઇઝર્સ ટીમ છઠ્ઠી જીત સાથે પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે આ ટીમની માત્ર એક જ મેચ બાકી છે, જે 22 મેના રોજ પંજાબ કિંગ્સ (PBKS) સામે રમાવાની છે. પ્લેઓફ માટે હૈદરાબાદની ટીમે છેલ્લી મેચમાં મોટા અંતરથી જીત મેળવવી પડશે. ઉપરાંત, આપણે દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની હાર માટે પ્રાર્થના કરવી પડશે.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વિટ કરીને આપી માહિતી

ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસનની પત્ની સારા રહીમ બીજા બાળકને જન્મ આપવાની છે. આ જ કારણોસર વિલિયમસન ડિલિવરી સમયે પત્ની સાથે રહેવા માંગે છે.  જેથી તે ટીમ માટે છેલ્લી મેચમાં નહી રમે. સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. હૈદરાબાદ મેનેજમેન્ટે ટ્વિટ કર્યું કે  અમારો કેપ્ટન કેન વિલિયમસન તેના દેશ પરત ફરશે. ફ્રેન્ચાઇઝી કેમ્પના તમામ સભ્યો વિલિયમસન અને તેની પત્નીને સુરક્ષિત ડિલિવરી માટે શુભેચ્છા પાઠવે છે. તેના ઘરે ઘણી બધી ખુશીઓ આવે.

આ સિઝનમાં કેનની બેટિંગનો ન ચાલ્યો જાદૂ

કેન વિલિયમસન આ સિઝનમાં પોતાનો બેટિંગનો પાવર બતાવી શક્યો નથી. આ સિઝનમાં ટીમ માટે 13 મેચ રમી જેમાં તેણે 19.64ની એવરેજથી 216 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે જેમાંથી 6માં જીત મેળવી છે. હાલમાં આ ટીમ 12 પોઈન્ટ સાથે 8માં નંબર પર છે. જો કે આ ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે, પરંતુ આશા નહિવત્ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Sunrisers Hyderabad kane williamson કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ