ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / સુરતના સમાચાર / successful surgery of child in surat
ADVERTISEMENT
ADVERTISEMENT
યુપીના અયોધ્યા ખાતે રહેતું પરિવાર હાલ સુરતની નવી સિવિલમાં સારવાર માટે આવ્યુ છે. સંતોષી કુમારીએ 27-9-2019ના રોજ બે માથાવાળી બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ લખનૌ સિવિલ હોસ્પિટલમાં બાળકીને રીફર કરાઈ હતી. જોકે, ડોક્ટરોએ બે માથાની બાળકીની સર્જરી કરવાની ના પાડી દેતા મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. જોકે આ પરિવારના મિત્ર સુરત ખાતે રહેતા હતા અને સુરતમાં ડોક્ટર જીગર શાહ તાકી એક બે પેસન્ટને સારું થયું હતું જેને લઈને આ લોકો પોતાની બાકીને લઈને સારવાર માટે સુરત ખાતે લઇ આવ્યા હતા.
ત્યારબાદ 5મી ઓક્ટોબરે સુરત સિવિલ હોસ્પિટલમાં સર્જન ડો. જીગરનો સંપર્ક કરી બાળકીને દાખલ કરી હતી. જોકે પ્રથમ આ સર્જરી જટિલ સાથે 15 દિવસની બાળકી સારવાર દરમિયાન મોત પણ થઇ શકે આ પરિસ્થિતિમાં પરિવારે સારવાર કરવાની જવાબદારી લીધી અને પછી સાહરુ કરવામાં આવ્યુ ઓપરેશન અને સુરતના તબીબોને મળી સફળતા.
ADVERTISEMENT
સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ 1 ટકાના જોખમ પર ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. મંગળવારે ડોક્ટરોએ બે માથાવાળી બાળકીની સર્જરી કરી એક માથું છૂટું કર્યું હતું. 4-5 કલાક સર્જરી ચાલી હતી. સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ સર્જરી કરવામાં આવી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ 3.5 કિલોની બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીમાં 4-5 લાખનો ખર્ચ થાય છે. એમાં પણ બાળકના જીવનું જોખમ હોય છે અને બાળકના બચવાનો ચાન્સ 1 ટકા જ હોય છે.જોકે આ સર્જરી બાદ વિવાદોમાં રહેતી સિવિલ હોસ્પિટલ ચોક્કસ ચર્ચામાં આવી છે પણ સફળ સર્જરી ને લઈને.
ADVERTISEMENT
આમ તો આવી સર્જરી દેશ ભરમાં થાય છે પણ સરકારી હોસ્પિટલને તેમાં પણ ગુજરાત માં પહેરી વાર થઇ છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ આવી સર્જરી અનેક કરી છે પણ આ સર્જરી સૌથી મોટી અને જટિલ હતી અને આ સર્જરી માટે સિવિલ હોસ્પિટલ ના તમામ વિભાગ એ મહેનત કરી આ પરિવારનો વિશ્વાસ જીતી લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ