ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સપ્તાહના પહેલા દિવસે જ શેરબજારમાં હરિયાળી, સેનસેક્સ-નિફ્ટી જોરદાર ઉછાળા સાથે થયા બંધ

બિઝનેસ / સપ્તાહના પહેલા દિવસે જ શેરબજારમાં હરિયાળી, સેનસેક્સ-નિફ્ટી જોરદાર ઉછાળા સાથે થયા બંધ

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:23 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્સેક્સ 2950 પોઈન્ટના વધારા સાથે 82,429 પર બંધ થયો. નિફ્ટી 919 પોઈન્ટના વધારા સાથે 24,927 પર બંધ થયો છે

ADVERTISEMENT

આજે શેયર બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. રોકાણકારોને લગભગ દરેક સેક્ટરમાં નફો થયો છે. સેન્સેક્સ 2950 પોઈન્ટના વધારા સાથે 82,429 પર બંધ થયો. નિફ્ટી 919 પોઈન્ટના વધારા સાથે 24,927 પર બંધ થયો. બેંક નિફ્ટી 1787 પોઈન્ટના વધારા સાથે 55,382 પર બંધ થયો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી અને મેટલમાં ભારે ઉછાળો જોવા મળ્યો અને સેક્ટર 5 ટકાથી વધુના વધારા સાથે બંધ થયું છે.

માર્કેટ મજામાં

યુદ્ધવિરામની જાહેરાત બાદ બજારમાં રોકેટ તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1349 પોઈન્ટના વધારા સાથે 80,803 પર ખુલ્યો. નિફ્ટી 412 પોઈન્ટના વધારા સાથે 24,420 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટી 1063 પોઈન્ટના વધારા સાથે 54,658 પર ખુલ્યો હતો. આજે સૌથી મોટી તેજી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળી હતી. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી ફાર્મા સિવાય, અન્ય તમામ ક્ષેત્રોમાં આજે જોરદાર ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટોથી લઈને મેટલ અને રિયલ્ટી સુધી દરેક જગ્યાએ તેજી છે. આજે શેરબજારમાં એવી તેજી જોવા મળી કે તેના કુલ બજાર મૂલ્યમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

શું આ નફો કરવાનો સમય છે?

નિફ્ટીમાં આજે મોટો બ્રેકઆઉટ જોવા મળ્યો છે

જો બેંક નિફ્ટી 55650 થી ઉપર બંધ થાય તો તેમાં પણ મોટો બ્રેકઆઉટ જોવા મળશે

તેજીની સ્થિતિ જાળવી રાખો, સ્ટોપલોસ વધારતા રહો

25200-25500 આગામી લક્ષ્ય શ્રેણી છે

આ પણ વાંચો: 40થી 50 કિમીની ગતિએ ગુજરાતમાં પવન ફૂંકાશે, તાપમાનમાં થશે વધારો, હજુય 3 દિવસ ભારે!

બજારમાં હવે શું જોખમ છે?

હાલ કોઈ મોટું જોખમ દેખાતું નથી

વૈશ્વિક બજાર નબળું પડે તો પણ આપણને બહુ સમસ્યા નહીં થાય

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી વધે અને વધુ ખરાબ થાય તો જ બજારો બંધ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Share Market Update Business News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ