બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આવાં ચાર્જરથી બચીને રહેજો! ખુદ સરકારે વૉર્નિંગ જાહેર કરી છે, તો કેવું જોઇએ?

ટેક્નોલોજી / આવાં ચાર્જરથી બચીને રહેજો! ખુદ સરકારે વૉર્નિંગ જાહેર કરી છે, તો કેવું જોઇએ?

Nirav Kumar

Last Updated: 05:49 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોનનું ચાર્જર હંમેશા હાઈ ક્વોલિટીનું હોવું જોઈએ. નહીં તો તે ફોનની લાઈફ ઘટાડી શકે છે અને અમુક કિસ્સામાં તે બ્લાસ્ટનું કારણ પણ બની શકે છે.

જ્યારે આપણા ફોનનું ચાર્જર ખરાબ થઇ જાય ત્યારે અમુક લોકો ખર્ચ ઓછો થાય એ માટે સસ્તું ચાર્જર ખરીદી લેતા હોય છે. પણ નબળી ગુણવત્તાવાળા ચાર્જર બેટરીની લાઈફ ઘટાડે છે સાથે અમુક કિસ્સાઓમાં તે બ્લાસ્ટનું કારણ પણ બની શકે છે. આથી સરકારે પણ હલકી ગુણવત્તાવાળા ચાર્જરથી દૂર રહેવાની સલાહ આપી છે. સરકારના કન્ઝ્યુમર અફેર ડિપાર્ટમેન્ટના "જાગો ગ્રાહક જાગો" હેન્ડલ પરથી એક પોસ્ટમાં કહેવાયું છે કે, સબસ્ટાન્ડર્ડ ચાર્જરથી ભારે નુકશાન થઇ શકે છે.

  • સરકારે શું આપી સલાહ

"જાગો ગ્રાહક જાગો" હેન્ડલની પોસ્ટમાં કહેવયું છે કે, "આપણે હંમેશા ફોન અને ચાર્જરને સાથે રાખીએ છીએ, પરંતુ નકલી પ્રોડક્ટ ખતરનાક હોઈ શકે છે. CRS માર્ક તમારી ડિવાઇસ કે ચાર્જર પર માત્ર માર્ક જ નહીં તે સુરક્ષાની નિશાની હોય છે. ખરીદી કરતી વખતે તેને જરૂરથી ચેક કરો અને સુરક્ષિત રહો!" તેમાં એમ પણ કહેવાયું છે કે CRS માર્ક વગરનું ચાર્જર તમારા ફોન અને તમારી સલામતી બંને માટે ખતરો હોઈ શકે છે.

vtv app promotion


  • નકલી ચાર્જરથી લઇ શકે છે બ્લાસ્ટ

નકલી કે નબળી ગુણવત્તાવાળા ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરવો જોખમી સાબિત થઇ શકે છે. તેની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ઝડપથી ગરમ થાય છે. જે ફોનના ઇન્ટરનલ પાર્ટને નુકસાન પહોંચાડી શકે છે અને આગ પણ લાગી શકે છે. અગાઉ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં ફોનમાં બ્લાસ્ટને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હોય.

વધુ વાંચો : WhatsApp પર હવે નહીં આવે ફેક કોલ અને મેસેજ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર

  • આવા ચાર્જર ન ખરીદો

ઘણા લોકો ઉતાવળમાં નકલી ચાર્જર ખરીદે છે. જેને અસલી તરીકે વેચાય છે, પરંતુ વાસ્તવમાં તે નકલી હોય છે. નકલી ચાર્જર કે તેના પેકેજિંગમાં CRS માર્ક હોતું નથી. તેનું વજન પણ આછું હોય છે. ખર્ચ ઘટાડવા માટે તેમાં ઘણીવાર જરૂરી પાર્ટ નથી જોડવામાં આવતા. તેની સાથે આપવામાં આવતા કેબલ નબળી ગુણવત્તાના હોય છે. આવા ચાર્જર ખરીદવાનું ટાળવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Phone Charger Jago Grahak Jaago Blast
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ