ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / WhatsApp પર હવે નહીં આવે ફેક કોલ અને મેસેજ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / WhatsApp પર હવે નહીં આવે ફેક કોલ અને મેસેજ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર

Last Updated: 02:04 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વોટ્સએપ યુઝર્સ માટે આવી રહી છે એક એવી સુવિધા, જે ફેક કોલ અને મેસેજને કરશે ‘બ્લોક’! હવે તમારું એકાઉન્ટ બનશે વધુ સુરક્ષિત અને સાયબર હુમલાથી સંપૂર્ણ સુરક્ષિત.

1/5

photoStories-logo

1. વોટ્સએપનો નવો સુરક્ષા પગલું

લાખો વોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં ફેક કોલ અને મેસેજથી મુક્તિ મળશે. મેટાની માલિકી ધરાવતું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે, જે યુઝર્સને વધુ સુરક્ષા આપશે. આ સુવિધા ખાસ કરીને અજાણ્યા નંબરો પરથી આવતા ફેક કોલ અને મેસેજને રોકવા માટે બનાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ‘સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ’ ફીચરનું પરીક્ષણ

આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે અને તેનું નામ ‘સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ’ રાખવામાં આવ્યું છે. WABetaInfoના રિપોર્ટ મુજબ, આ ફીચર WhatsApp Android બીટા વર્ઝન 2.25.33.4 માં જોવા મળ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ અજાણ્યા નંબર પરથી આવતા કોલ અને મેસેજને બ્લોક કરી શકશે, જેથી ફેક કોલ, સ્પામ અને હેકર હુમલાથી બચી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ફીચરના નવા વિકલ્પો

આ ‘સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ’માં મેસેજ, કોલ ઉપરાંત મીડિયા અને એટેચમેન્ટ્સને પણ નિયંત્રિત કરી શકાય છે. તેમાં લિંક પ્રીવ્યુ ડિસેબલ, અજાણ્યા કોલ્સને સાયલન્સ કરવાના વિકલ્પો, ગ્રુપ્સની એક્સેસ કંટ્રોલ અને ટુ-સ્ટેપ વેરિફિકેશન જેવા સેટિંગ્સનો સમાવેશ છે. આ ફીચરથી યુઝર્સ પોતાનું એકાઉન્ટ સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાયબર સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું

આજકાલ વધતા સાયબર હુમલાઓ અને ફિશિંગ મેસેજને ધ્યાનમાં રાખીને, મેટાએ આ નવી સુવિધા વિકસાવવાનું શરૂ કર્યું છે. આ ફીચર વોટ્સએપ યુઝર્સને તેમની પ્રાઇવસી અને ડેટા સુરક્ષામાં વધુ નિયંત્રણ આપશે. એથી અજાણ્યા લિંક્સ, નકલી ગ્રુપ ઇન્વાઇટ્સ અથવા ખતરનાક એટેચમેન્ટ્સથી બચવું વધુ સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રોલઆઉટ અંગે કોઈ જાહેરાત નથી

હાલમાં આ ફીચર માત્ર બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. મેટાની તરફથી તેની સત્તાવાર રોલઆઉટ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ મુજબ, આવનારા અપડેટ્સમાં આ ફીચર સૌ માટે ઉપલબ્ધ થશે. વોટ્સએપ યુઝર્સ હવે વધુ સુરક્ષિત રીતે ચેટિંગ, કોલિંગ અને મીડિયા શેરિંગનો આનંદ માણી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meta WhatsApp Strict Account Settings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ